Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 25
________________ બહુ મુશ્કેલ છે. જો કે આ આવેગની આટલી તીવ્રતાને લીધે જ આ વિશ્વમાં સર્જનની પ્રવૃત્તિ ચાલુ રહે છે. પરંતુ આ તૃપ્તિને મર્યાદિત રાખવામાં ન આવે તો અંકુશ બહાર બની જાય છે અને સંસારની વ્યવસ્થા જળવાતી નથી. વ્યવહારમાં જે લગ્નની પ્રથા અપનાવેલ છે, તે પ્રથાથી આ આવેગ ઉપર સારો એવો અંકુશ રહે છે. કામનો આવેગ એ શારીરિક અને માનસિક છે. આ આવેગમાં શરીર અને મન બન્નેની સંગતિ છે. બન્ને સાથે જ ચાલે છે. આપણી ઇચ્છાનું અને ઉત્તેજનાનું ચક્ર તેની આસપાસ ફર્યા કરે છે. કામના આવેગને ખાળવા માટે મનને બીજી અન્ય પ્રવૃત્તિમાં વાળવું જોઈએ. મનથી શુભ અને અશુભ બન્ને પ્રવૃત્તિ થાય છે. અશુભ પ્રવૃત્તિથી આત્મા મલિન થાય છે. જ્યારે શુભ પ્રવૃત્તિથી આત્મા વિમલ અને વિશુદ્ધ બને છે. કામના આવેગને ખાળવા માટે મનને શુભ પ્રવૃત્તિમાં રાખવાથી આવેગ ઉપર સંયમ આવે છે. અને શુભ કાર્યો માટે વધુ બળ મળે છે. કામવાસના ઉપર જો સંયમ ન રાખવામાં આવે તો માણસની શક્તિનો ક્ષય થાય છે. તેના મનમાં ક્રોધ અને ઈર્ષા ઉત્પન્ન થાય છે. બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. કામવાસનાના અતિરેકથી મનુષ્ય નિર્બળ, અવિવેકી, અસમર્થ અને અધર્મી બને છે. માટે આ કામના આવેગને ખાળવો ખૂબ જ જરૂરી બને છે, અને તેની ઉપર સંયમની લગામ રાખવી તેટલી જ જરૂરી છે. કામવાસનાનો નશો ભાંગ, ચરસ અને દારૂ જેવા માદક પદાર્થોથી પણ વધારે ખરાબ છે. કામવાસના ઉપર સંયમ ન રાખવામાં આવે તો મનની સ્થિરતા રહેતી નથી અને મનને કાયમી અશાંતિ અને અજંપો રહ્યા કરે છે. વ્યવહારુ જીવનને ઉચ્ચ બનાવવા માટે મન, વચન અને કાયાથી પવિત્ર બનવું બહુ જરૂરી છે. ઈશ્વર સાથે એકતા સાધવામાં, ધ્યાનમાં મગ્ન બનવા માટે આ વાસના ઉપર સંયમ રાખવો અત્યંત જરૂરી છે. મનને શુભ પ્રવૃત્તિમાં, શાસ્ત્ર વાંચનમાં, અને સત્સંગ વગેરેની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રાખવામાં આવે તો આ વૃત્તિ ઉપર જરૂરથી સંયમ રાખી શકાય છે. Jain Education Interna eeeeeeee eee ee ee jaineliurary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52