Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 24
________________ કષાય રાગ અને દ્વેષ ઉત્પન્ન કરનાર કર્મને કષાય કહેવાય છે. કર્મો ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ કષાય છે. કષાયના શબ્દો છે કષ અને આય. કષ એટલે જન્મ જન્માંતર અને આય એટલે કરાવનાર. જન્મ જન્માંતર જે કરાવે છે તે કષાય કહેવાય છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર વગેરે કષાયથી વિવિધ પ્રકારનાં કર્મો બંધાય છે. આ કષાયો તે મનના આવેગ છે. ગમો, અણગમો, ભય, શોક, જુગુપ્સા ધૃણા વગેરે ભાવો કષાયથી જન્મે છે. કષાયથી આત્મા દોષિત બને છે. કર્મોથી બંધાય છે. અને જન્મ જન્માંતર કરાવે છે. કષાય સંપૂર્ણપણે ખતમ થઈ જાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એટલે મનની શાંતિ-અપૂર્વ શાંતિ-શાશ્વત શાંતિ. મનની અશાંતિનું મૂળ કામના અથવા ઈચ્છા છે. મનુષ્ય જયાં સુધી જીવંત છે, ત્યાં સુધી મનના સંકલ્પો બંધ થતા નથી. આ સંકલ્પો બે પ્રકારના હોય છે. શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ સંકલ્પોથી શુદ્ધ કામના ઉત્પન્ન થાય છે. અને શુદ્ધ કામનાની પ્રાપ્તિથી મનુષ્ય દેવતા કહેવાય છે. અને અશુદ્ધ કામનાને કારણે અસુર બની જાય છે. આ અશુદ્ધ કામનાના મૂળમાં ઉપર જણાવેલ કષાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરે અશુદ્ધ કામનાના મુખ્ય વિકારો છે. આ વિકારો મનને ચંચળ બનાવે છે. આ વિકારો જો અનિયંત્રિત બની જાય તો મન ચારેબાજુ ભટક્યા કરે છે. અને તેને ક્યાંય સંતોષ અને શાંતિ મળતી નથી અને જાત જાતનાં અશુભ કર્મો કરવા પ્રેરાય છે. જૈન ધર્મ સિવાય અન્ય ધર્મો પણ આ પાંચ શત્રુઓ ઉપર વિજય મેળવવા પર ભાર મૂકે છે. રાગ, વેષ, ઈર્ષા વગેરે દુર્ગુણો ઉપર વિજય મેળવવાથી આપમેળે જ જીવને સદ્ગુણો જેવા કે, નમ્રતા, સમભાવ વગેરે નો અનુભવ થાય છે. અને મનુષ્ય સારા કર્મો કરવા પ્રેરાય છે. કામ કામ એક આવેગ છે. શરીરમાં ભૂખ અને તરસ મિટાવવી એ શારીરિક જરૂરિયાત છે. તેમ કામની તૃપ્તિ તે પણ એક શારીરિક જરૂરિયાત છે. આ આવેગની તીવ્રતા એટલી છે કે તેને કાબૂમાં રાખવો Jain Eduard WWWGule Ribrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52