Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 26
________________ ક્રોધ મોક્ષ એટલે મનની પરમ શાંતિ, મનની પરમ સ્થિરતા. જયારે મન સંપૂર્ણ સ્થિર બને છે, ત્યારે તેનામાં કોઈ જાતની તૃષ્ણા, ચંચળતાને સ્થાન રહેતું નથી. જયારે મન ચંચળ બને છે, ત્યારે અશાંતિની સમસ્યા ઊભી થાય છે. મનમાં જાત જાતના વિકલ્પો ઉદ્દભવે છે. જેથી અશાંતિ ઊભી, થાય છે. મન જયારે અશાંત બને છે, ત્યારે કામ, અણગમો, ક્રોધ તથા દુઃખની લાગણી થવા લાગે છે. અને સારા અને નરસાં કર્મો આપણે કરવા લાગીએ છીએ. આ કર્મોની વણઝાર ચાલુ રહેવાથી સંસારમાંથી મુક્તિ મળતી નથી. મનને અસ્થિર બનાવવામાં ક્રોધનો ફાળો મુખ્ય છે. ક્રોધ ભાવાત્મક વૃત્તિ છે. માણસને ખરેખર થયેલ કે માની લીધેલ અન્યાયનો બદલો વેરવૃત્તિથી લેવાની જે ઉત્કટ ઇચ્છા ધરાવે છે, તેવા પ્રકારના ચિત્ત વિકારને ક્રોધ કહે છે. ક્રોધ મનુષ્યને વિવેકબુદ્ધિ અને સભ્યતાની બહાર ધકેલી દે છે. મનુષ્યને હિંસાવૃત્તિ તરફ ઘસડી જાય છે. ક્રોધથી માનવમાં અન્યાય, અવિવેક, નિંદા, હિંસા, નિષ્ફરતા, વગેરે આવેગ ઉત્પન્ન થાય છે. ક્રોધ એ મનુષ્યનો મહાન શત્રુ છે. વારંવાર ક્રોધ કરવાથી મનુષ્ય પોતાના ક્રોધમાં વધારો કરે છે. ક્રોધ ભભુકવાથી માનવીની ચેતના છિન્નભિન્ન થઈ જાય છે. આવા દાખલા પણ નોંધાયેલા છે કે ક્રોધમાં આવેલી સ્ત્રીનું દૂધ પીવાથી તેમના બાળકો મૃત્યુ પામ્યાં છે. જયારે મનુષ્ય ગુસ્સે થાય છે, ત્યારે તેના લોહીમાં વિવિધ પ્રકારના વિષજન્ય પ્રવાહો વહે છે. ક્રોધ ઘણા રોગોનું મૂળ છે. ક્રોધ આવવાથી મનુષ્ય મનનું સંતુલન ગુમાવી બેસે છે. અને વારંવાર આવેશમાં આવી જઈને એવા પ્રકારનાં કર્મોને આવાહન આપે છે કે એ સંચિત કર્મોનું ફળ ભોગવવા માટે મનની સ્થિરતા પ્રાપ્ત કરી શકતો નથી. અને સંસારના ચક્રમાંથી મુક્ત થઈ શકતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52