________________
મનોબળ જોઈએ. બ્રહ્મચર્ય પાળવાથી દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે. મન પ્રસન્ન રહે છે. શરીરમાં ર્તિનો અનુભવ થાય છે. બુદ્ધિ અને શક્તિ વધે છે. વાણી સમૃદ્ધ અને પ્રભાવશાળી થાય છે. અને આત્મસંયમ વધવાથી સાચા આનંદની પ્રાપ્તિ થાય છે.
અપરિગ્રહ
મનની સ્થિરતા પામવા અપરિગ્રહ એ ઉત્તમ સાધન છે. પરિગ્રહ એટલે તૃષ્ણા. તૃષ્ણાની કદી મર્યાદા હોતી નથી. જે મળ્યું તે હંમેશાં ઓછું લાગે છે. વધારે મેળવવામાં જીવ સર્વ શક્તિ ખર્ચે છે. અને જેમ વધારે મેળવે તેમ જે મેળવેલ છે તેનું સુખ ભોગવવાને બદલે નવું મેળવવા માટે ફાંફાં મારે છે. પરંતુ જે મળ્યું છે તેમાં સંતોષ રાખીએ તો મેળવવાનો આનંદ ભોગવી શકાય છે. મનની સંપૂર્ણ સ્થિરતા માટે અપરિગ્રહ બહુ જરૂરી છે. પરંતુ સંપૂર્ણ અપરિગ્રહ તો મુનિશ્વરો જ જાળવી શકે. પરંતુ શ્રાવકે મર્યાદા રાખવી અને પોતાની મર્યાદા મુજબ પ્રાપ્તિ થાય તેનાથી સંતોષ રાખી આનંદ રાખવો જોઈએ. લક્ષ્મી બહુ ચંચળ છે. તેના લીધે સંસારમાં ખાન, પાન, માન, અધિકાર, વૈભવ વગેરે મળે છે. પરંતુ આ સ્થાયી નથી. ક્યારે આવે અને ક્યારે જતું રહે તે સમજ પડતી નથી. લક્ષ્મી આવ્યા પછી અભિમાન, અહંકાર અને વ્યસનો વધવા લાગે છે. પરંતુ પુણ્યથી મેળવેલ લક્ષ્મી સુખ આપી શકે છે. આવી લક્ષ્મીનો મોહ રાખ્યા વગર તેનો પોતાના તેમ જ અન્ય દુઃખી લોકોના ભલા માટે વાપરવાથી તેનો સાચો ઉપયોગ થયો ગણાય. લક્ષ્મી ચિરકાળ રહેતી નથી માટે તેને પ્રાપ્ત કરવી અને ભોગવવી પરંતુ અપરિગ્રહની ભાવના રાખીએ તો જ સ્થિરતાથી તે ભોગવી શકાય છે.
આગમોમાં પ્રભુએ ગુરુભગવંતો માટે જે આચાર સંહિતા બતાવેલ છે તે મોટા ભાગે અપરિગ્રહના સિદ્ધાંત પર બનેલી છે. આજે સમાજમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર અસંતોષ, અનીતિ, ચોરી વગેરે વ્યાપકપણે જોવા મળે છે. લોકો લક્ષ્મી પાછળ ગાંડા થયા છે તેનું મૂળ કારણ વધુ પડતો પરિગ્રહ છે. જો પ્રભુએ દર્શાવેલ અપરિગ્રહનો સિદ્ધાંત મનુષ્ય જીવનમાં ઉતારે તો આ પ્રશ્ન સહેલાઈથી ઊકલી જાય.
Jain Education international
For Personal Private Use Ami
melibrary.org