Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 21
________________ ઉપર પ્રમાણે અહિંસા એ જૈન ધર્મનો પ્રાણ છે અને આ સિદ્ધાંતોનું સંપૂર્ણપણે પાલન તે મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે. સત્ય ધર્મ એટલે સત્ય. સત્યના આધારે સૃષ્ટિ રહેલ છે. જીવનમાં દરેક ક્ષેત્રે સત્યનો ઉપયોગ બહુ જ જરૂરી છે. આપણે જીવનમાં નાના પ્રસંગોએ કારણ વગર, વિચાર્યા વગર અસત્ય બોલતા હોઈએ છીએ. અસત્ય બોલવાથી કદાચ ક્ષણિક લાભ થાય છે. પરંતુ લાંબા સમયે નુકસાન થાય છે અને મનની સ્થિરતા રહેતી નથી. વિશ્વાસઘાત કરવાથી, ખોટી જુબાની આપવાથી, વેપાર ધંધામાં દગાબાજી કરવાથી, પાપ કર્મ બંધાય છે. અને સુખ, શાંતિ તેમ જ માનસિક સ્વાસ્થ્ય જળવાતું નથી. માટે સત્યનું આચરણ કરવું બહુ જરૂરી છે. જે વસ્તુ જે સમયે, જેવી રીતે, જે સંજોગોમાં દેખી કે જાણી હોય તેવી રીતે તે સંજોગોમાં હતી, તે કહેવું વ્યવહારુ સત્ય છે. સત્ય એ ધર્મ છે. અસત્ય કદાપિ ધર્મ રૂપે હોઈ શકતું નથી. જ્યાં અસત્યનો આશ્રય લેવામાં આવે છે, ત્યાં ધર્મ ઢંકાઈ જાય છે. જે અસત્યને ઓળખે છે, મનથી, વાણીથી અને કાયાથી સત્યનું આચરણ કરે છે. તેને આત્મસાક્ષાત્કાર થાય છે. સત્યને જીવનમાં વણી લેવાથી શાંતિનો અનુભવ થાય છે. પોતે નિર્ભય રહે છે, અને જગતમાં યશ પ્રાપ્ત થાય છે. સત્યનો જ આગ્રહ રાખવાથી સંપૂર્ણ વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને વિશ્વસનીયતા, પૂજ્યપણું અને લોક પ્રિયતા પ્રાપ્ત થાય છે. જપ, તપ, સંયમ આદિ ધર્મ સાધનાની સફળતા પણ સત્ય વડે થાય છે. અચૌર્ય કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈપણ વસ્તુ તેના માલિકની પૂર્વ પરવાનગી લીધા સિવાય લેવી નહીં અથવા વાપરવી નહીં એ અચૌર્ય વ્રતની આરાધના છે. સાધારણ સંજોગોમાં માનવીની સહજ વૃતિ છે કે બીજાની વસ્તુ હંમેશાં સારી લાગે છે. અન્ય વ્યક્તિોનો બંગલો ગાડી કપડાં વગેરે Jain Education International expone launcherary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52