Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 19
________________ 43 પીવાનો નિયમ રાખવા જણાવેલ છે. પાણીમાં અસંખ્ય સૂક્ષ્મ જીવો હોય છે અને પ્રતિક્ષણે અસંખ્ય જીવો જન્મે છે અને મરે છે. પાણી ઉકાળવાથી એકવાર જીવો મરી જાય છે, પરંતુ ફરીથી અમુક સમય સુધી ઉત્પન્ન થતા નથી. અને ઉકાળેલું પાણી અહિંસક બની જાય છે. આ ઉપરાંત રાત્રી ભોજનનો પણ પ્રભુએ નિષેધ કરેલ છે. સૂર્યના પ્રકાશ વગર રાત્રે અસંખ્ય જીવોની ઉત્પત્તિ થાય છે. નરી આંખે ન દેખાતા જીવો પેટમાં જવાથી આ જીવોની હિંસા થાય છે. ઉપરાંત અજીર્ણ અને અપચો થાય છે. રાત્રે સૂર્યનો પ્રકાશ ન મળવાથી પાચન તંત્ર પણ તદ્દન નિષ્ક્રિય બની જાય છે. માટે રાત્રી ભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. આજનું રાંધેલું ભોજન બીજા દિવસે ખાવું જોઈએ નહીં. કારણ કે વાસી ભોજનમાં અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. અને તેની સાત્ત્વિકતા નષ્ટ પામે છે. આવું વાસી ભોજન ખાવાથી મન વિકૃત બને છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ. દ્વિદળ તથા વિરુદ્ધ આહારનો ત્યાગ શાસ્ત્ર પ્રમાણે કરવો જોઈએ. કાચા દૂધ અથવા દહીં સાથે કઠોળ, અનાજ મેળવીને ખાવું તે દ્વિદળ કહેવાય છે. વિજ્ઞાન સ્પષ્ટપણે જણાવે છે કે આવા પદાર્થો ભેગા મળવાથી તેમાં રાસાયણિક સંયોજનાત્મક દ્રવ્યો પેદા થાય છે. અને ઝેર બનીને શરીરમાં પ્રસરીને લોહીનો બગાડ કરે છે. માટે દ્વિદળનો ત્યાગ કરવો જોઈએ. પર્વ તિથિએ લીલાં શાકભાજીનો પણ ત્યાગ કરવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આકર્ષણનો સંબંધ છે. પૃથ્વી ઉપરના પાણી ઉપર ચંદ્રની વિશેષ અસર પડે છે. અને ચંદ્રની વધઘટ સાથે ભરતી અને ઓટનો સમય બદલાતો રહે છે. ચંદ્રના પરિભ્રમણ મુજબ સુદ અને વદના પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, અને અમાસના દિવસોએ ચંદ્ર, પૃથ્વી અને શરીર એ ત્રણે એક સીધી હરોળમાં આવી જાય છે. આ સમયે દરિયાના પાણીમાં અને શરીરમાં રહેલા પાણીમાં ફેરફાર થાય છે. શરીરમાં પાણીનું તત્ત્વ વધે છે અને તેનાથી શરદી વગેરે રોગ ઉત્પન્ન થાય છે. આ કારણે આ દિવસોએ લીલાં શાકભાજી જેમાં પાણીનું તત્ત્વ વધારે હોય છે તે ન ખાવાં જોઈએ. આ દિવસોએ એકાસણા, આંબેલ કે ઉપવાસ કરવા હિતાવહ છે. ચોમાસામાં પણ લીલાં શાકભાજી ન For Personal & Private Use Only Jain Education International enter elmeterary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52