Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 18
________________ ૧૨ પાર્શ્વનાથ પ્રભુએ પુષ્ટ કરેલ અહિંસાભાવના મહાવીર પ્રભુએ આગળ વધારી. તેમણે પણ યજ્ઞ, પૂજા જેવા ધર્મના જુદા જુદા ક્ષેત્રોમાં થતી હિંસાનો વિરોધ કર્યો. અને જીવનમાં અહિંસાની પ્રતિષ્ઠા વધારી. અહિંસાના બે પ્રકાર છે. એક નકારાત્મક. એટલે જીવોની હિંસા ન કરવી. બીજો ભાવનાત્મક. એટલે બીજાના દુઃખમાં ભાગીદાર થવું. પોતાના સુખ સગવડનો લાભ બીજાને આપવો. અહિંસા એટલે દયા અથવા પ્રેમ કહેવાય. જીવની અહિંસા કોઈના મનને પણ ન દુભવવું તે સૂક્ષ્મ અહિંસા છે. આપણા વર્તન વ્યવહાર કોઈના મનને દુઃખ ન થાય તેવાં હોવાં જોઈએ. દરેક જીવ માટે અખૂટ પ્રેમ રાખવો તે પણ અહિંસાનો એક પ્રકાર છે. જીવ બે પ્રકારના છે. સૂક્ષ્મ જીવ અને પૂળ જીવ. સૂક્ષ્મ જીવમાં પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક જીવો છે. જયારે સ્થૂળ જીવોમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયવાળાં મનુષ્યો, પશુપક્ષીઓ, હાથી, ઘોડા વગેરે છે. ઉપરોક્ત બધા જ જીવો સુખાભિલાષી છે. માટે તે સર્વ જીવોને કદી દુઃખ ન આપવું, બીજા પાસે ન અપાવવું અને કોઈ દુઃખ આપતો હોય તો તેને અનુમોદન ન કરવું. એવો નિશ્ચય કરવો કે મૃત્યુ સુધી મન, વાણી અને કાયા એ ત્રણથી જીવહિંસા કરવી નહીં, કરાવવી નહીં અને કોઈ કરતા હોય તો તેને અનુમોદન આપવું નહીં. ભૂતકાળમાં કરેલ હિંસામાંથી પણ પશ્ચાત્તાપ કરી પાછા ફરવાની પ્રતિજ્ઞા કરવી. ઉપર મુજબ મહાવીર પ્રભુએ મોક્ષ માર્ગના પ્રથમ પગથિયા તરીકે કોઈ પણ પ્રકારની હિંસામાંથી બચવા માટેનો ઉપદેશ આપેલો છે. અહિંસાના સિદ્ધાંતોમાં પ્રભુ મહાવીરને એટલી શ્રદ્ધા હતી કે પ્રભુ સ્પષ્ટપણે આચારંગ સૂત્રમાં ભાવપૂર્વક જણાવે છે કે પ્રબળ ઇચ્છાથી જે અહિંસાના માર્ગ ઉપર ચાલે છે અને ઇચ્છાને કાયમ રાખીને હિંસાત્મક વિચારોનો ત્યાગ કરી આગળ કદમ રાખે જાય તે જ સાચો મુનિ છે, સાચો જ્ઞાની છે અને મોક્ષ માર્ગનો અધિકારી છે. ઉપરના સિદ્ધાંતોને અનુલક્ષીને જ પ્રભુએ પાણી ઉકાળીને Jaiા - ---- ------ ----- ------ y.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52