Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 10
________________ ગુણો વિકસાવે છે અને ક્રોધ, માન, માયા અને લોભ, જેવા દુર્ગુણોનો નાશ થાય તેવા પ્રયત્નો કરે છે, તેણે ધર્મની આરાધના કરી કહેવાય. મનુષ્ય જે કુળમાં જન્મ્યો હોય, તે કુળમાં, કુટુંબ પ્રત્યે તેના કર્તવ્ય અને ફરજો હોય છે. આ કર્તવ્ય અને ફરજો બરાબર બજાવવા તે ધર્મ છે. પોતાના માતા પિતા, ભાઈ, બહેન, સગા સંબંધીઓ અને સમાજ માટે દરેક મનુષ્યની ઘણી ફરજો હોય છે. તેમનાં સુખ દુઃખમાં ભાગ લેવો અને પોતે જે પ્રાપ્ત કરે તેમાં તેઓનો દરેકનો હિસ્સો છે, તેમ માની વહેંચીને વાપરવાની ભાવના રાખવી જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતે, માન, પ્રેમ અને નમ્રતાથી આચરણ કરવું તે ધર્મ છે. સુખ અને શાંતિ તમારા હૃદયમાં વસે છે. તમે ઈશ્વરની આરાધના ભક્ત કરવા રોજ સવારે મંદિરમાં જાવ, પરંતુ તમો તમારા સ્વજન પ્રત્યેની ફરજો બજાવવામાં ક્ષતિ કરો તો તે આરાધના અધૂરી છે. જીવનમાં સર્વ વ્યક્તિમાં સર્વોત્તમ આત્મતત્ત્વનું દર્શન કરવું જોઈએ. આપણું કર્તવ્ય સારી રીતે બનાવવું તે ધર્મ છે. ધર્મ ચાર ભાવનાઓમાં સમાયેલો છે. (૧) પ્રાણી માત્રમાં રહેલા આત્માઓ એક સરખા છે, એવું નિશ્ચય માની દરેક પ્રત્યે સમભાવ અને પ્રેમ રાખવો એ મૈત્રી ભાવના છે. (૨) આપણાથી જ્ઞાનમાં અને ગુણમાં કોઈ રીતે આગળ વધેલા મનુષ્યને જોઈને હ્યદયમાં આનંદ થવો તે પ્રમોદ ભાવના છે. (૩) દીન દુ:ખી જીવોના દુઃખે આદ્ર બની તેમનાં દુઃખ દૂર કરવાં એ કરુણા ભાવ છે. (૪) જો કોઈ માણસ દેવની, ગુરુની, આપણી અથવા અન્ય પુરુષની નિંદા કરતો હોય છે તો તેના તરફ દ્વેષ ન કરતાં, કર્મની ગતિ વિચિત્ર છે, એમ શ્રદ્ધા રાખી તેમની ઉપેક્ષા કરવી તે મધ્યસ્થ ભાવના છે. ઉપર પ્રમાણે ચાર ભાવનાઓ સહિત જે અનુષ્ઠાન થાય તેમ જ રાગ દ્વેષ ઓછા થાય તેવા હર કોઈ જ્ઞાન, દર્શન તથા ચારિત્ર્ય પ્રાપ્ત કરવાનો માર્ગ તેને ધર્મ કહેવાય. Jain Education memoriam eeeeee eee ee WWW Hrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52