Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 15
________________ જૈન ધર્મના સિદ્ધાંતો જૈન ધર્મ આ લોક લોકાન્તર અને જન્માન્તરમાં માનવાની સાથે આ જન્મ ચક્રને ધારણ કરનાર આત્મામાં માને છે. આ જન્મમાં અથવા જન્માન્તરમાં ગમે તેટલું સુખ મળે, ગમે તેટલો લાંબો સમય રહે, પરંતુ તે સુખ જો ક્યારેક નષ્ટ થવાનું હોય તો તેને બદલે એવું સુખ પ્રાપ્ત કરવું જોઈએ કે જે કદી નષ્ટ ન થાય. આત્માની પણ એવી સ્થિતિ હોવી જોઈએ કે જે પ્રાપ્ત કર્યા પછી જન્મ જન્માંતરમાં કોઈ શરીર ધારણ કરવું ન પડે. આ સિદ્ધિ તે મોક્ષ છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મહાવીર પ્રભુ અપાપા નગરીમાં પધારેલ, ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ પંડિત આ નગરીમાં યજ્ઞ કરી રહ્યા હતા. આત્માના અસ્તિત્ત્વ વિશે ઇન્દ્રભૂતિ ગૌતમના મનમાં સંશય હતો. પંડિત ગૌતમના મનની વાત જાણીને પ્રભુએ જણાવેલ કે, “હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! આત્મા કાળાન્તરે વિવિધ શરીરો ધારણ કરે છે. દરેક શરીર વિવિધ સંજ્ઞાથી ઓળખાય છે. પરંતુ આત્મા કદી નાશ પામતો નથી. આત્મા શાશ્વત અને નિત્ય રહે છે.” ઇન્દ્રભૂતિ ગૌતમને પ્રભુના ખુલાસાથી સંતોષ થયો. અને પ્રભુને ધર્મ ઉપદેશ માટે વિનંતી કરી. પ્રભુએ આ સંસારની અસારતા સમજાવી. આત્માના પરમ લક્ષ તરીકે મોક્ષની સ્થાપના કરી. સર્વ સુખ દુઃખના કારણરૂપ મોહભાવથી વિરકત થવારૂપે ધર્મ માર્ગ જાહેર કર્યો. સર્વ વિરતી ધર્મનું પ્રતિપાદન કર્યું. અહિંસા પરમો ધર્મ સહિતના પંચ મહાવ્રત સહિતની પ્રવ્રજયા ને જ સારભૂત બતાવી. ઇન્દ્રભૂતિ ગૌતમ મહાવીર પ્રભુ વડે સંપૂર્ણપણે જિતાઈ ચૂક્યા હતા. તેમણે તથા તેમના શિષ્યોએ દીક્ષા લેવાનો સંકલ્પ જાહેર કર્યો. મહાવીર પ્રભુએ આત્માની પ્રતીતિ ઇન્દ્રભૂતિ ગૌતમ ઉપરાંત બીજા અગિયાર પંડિતોને કરાવી અને સૌને દીક્ષિત કર્યા. કોઈ પણ માનવી દુઃખી થાય છે, શોક પામે છે, પીડાય છે. અને પરિતાપ પામે છે તે તેણે કરેલાં કર્મોનું ફળ છે. સંસારમાં રહીને કામ, ક્રોધ, મોહ, માયા, રાગ દ્વેષનો અનુભવ કરી અસંખ્ય કર્મો Jain career, Pierre રાષoiાદા બાદાન કરવા brary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52