Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 13
________________ નથી. પરંતુ લક્ષ્મી મારી નથી અને તેને છોડીને એક વખત ચાલ્યા જવાનું છે તે ભાવના નિરંતર મનમાં રાખવી જરૂરી છે. અને મેળવેલ લક્ષ્મીને સારા કામમાં જેવા કે ભૂખ્યાને ભોજન આપવામાં, જરૂરિયાતવાળાને મદદ કરવામાં, એવાં સારાં કામમાં વાપરવાની ભાવના રાખવી જોઈએ. આ સંસારમાં કોઈ એવું નથી કે જે અમર છે. મૃત્યુને વશ થયા વગર કોઈનો આરો નથી. વાસ્તવમાં વિશ્વમાં હજુ સુધી એવા કોઈ મંત્ર, જંત્ર કે ઔષધ શોધાયાં નથી કે જે આપણને મૃત્યુથી બચાવે. આ સંસાર કર્મના સિદ્ધાંતો પર રચાયેલ છે. અશુભ કર્મનો ઉદય થતાં અમૃત વિષ બની જાય છે. મિત્ર પણ વેરી બની જાય છે. અને સંસાર દુઃખમય લાગે છે. સારા કર્મનો ઉદય થતાં સર્વ સુખરૂપ લાગે છે. પાપના ઉદયથી એટલે ગયા જન્મના કરેલા કર્મથી હાથમાં આવેલ સુખ, ધન વગેરે નાશ પામે છે. અને પુણ્યના ઉદયથી ઘણી અશક્ય વસ્તુ પણ હાથ વેંતમાં આવી જાય છે. આ સંસાર આવા પુણ્ય પાપના ઉદયથી બને છે. સારા અને ખરાબ કર્મોના ઉદયને કોઈ રોકી શકતું નથી. માટે આપણે જીવનમાં સમભાવ અને સમતાભાવ રાખવો જોઈએ. રોગ, વિયોગ, દરિદ્રતા, મરણ વગેરેનો ભય છોડી પરમ ધીરજ રાખવી જોઈએ. સંતોષ ભાવથી અને ક્ષમા ભાવથી જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અરહિત પ્રભુ એ સાચું શરણ છે, તેની ભાવના રાખીને જીવનની સઘળી પ્રવૃત્તિ કરવી જોઈએ. આ સંસારમાં મૃત્યુ સમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર શુભ ધર્મનું શરણ તે જ સત્ય છે એવી ભાવના રાખવી જોઈએ. આ સંસારમાં આનીતિને કારણે, મિથ્યાત્વને કારણે જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. અને અલગ અલગ અવસ્થાઓમાં સુખ અને દુઃખ ભોગવતો વારંવાર જન્મ અને મરણને આધીન રહે છે. આ ચાર ગતિમાં નર્ક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિનો સમાવેશ થાય છે. મારો આત્મા એકલો છે. તે એકલો આવ્યો છે અને તે એકલો જશે. પોતે કરેલ કર્મોના ફળ જન્મો જન્મ એકલો જ ભોગવશે. Jain Education International For Personal Trainer WWWarginalerary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52