Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 14
________________ શરીરને ભોગવવા પડતાં રોગો કે દુઃખો કોઈ સ્નેહી, કુટુંબીજન, માતા, પિતા, અથવા પુત્રથી લઈ શકાતાં નથી. આ દુ:ખો પોતે જ ભોગવવા પડે છે. તેમાં કોઈ જ ભાગીદાર થઈ શકતું નથી. આ સંસારમાં કોઈ કોઈનું નથી. આ શરીર મારું નથી. આ રૂપ, લક્ષ્મી, પત્ની, પુત્ર, ભાઈ, નોકર, ચાકર, યૌવન, વગેરે કોઈ મારું નથી. એક વખત એ સર્વનો નાશ થવાનો છે. આ શરીર તે રોગોનું ધામ છે. અપવિત્ર છે. અને આત્મા તે શરીરથી સાવ અલગ છે. આત્મા અમર છે અને અલગ અલગ શરીરમાં અલગ અલગ અવસ્થાએ પહોંચે છે અને ચાર ગતિમાં ભ્રમણ કરે છે. સંસારની આ ચાર ગતિના ભ્રમણમાંથી મુક્તિ મેળવવી તે મોક્ષ છે. આ મોક્ષ મેળવવો બહુ જ દુર્લભ છે. જૈન ધર્મ ત્યાગ પ્રધાન ધર્મ છે. મોક્ષ પ્રધાન ધર્મ છે. જૈન ધર્મનાં ઉપદેશિત તમામ કાર્યો, અનુષ્ઠાનો, વ્રતો, આરાધનાઓ, સાધનાઓનું અંતિમ લક્ષ મોક્ષ છે. જૈન ધર્મ મોક્ષ પ્રાપ્તિમાં માને છે. Jain Education international 1ST PARSONISEPRU ARY www.jaineltibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52