Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 12
________________ પાર્શ્વનાથ પ્રભુ ઈ.સ. ૮૧૭ માં જન્મેલા અને ત્રીસમા વર્ષે તેમણે સંસાર ત્યાગ કરેલો. કઠોર તપ અને ધ્યાન પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ૭૦ વર્ષ સુધી તેમણે ધર્મનો ઉપદેશ આપેલો. મહાવીર પ્રભુનો જન્મ વિ. સ. પૂર્વ ૫૪૨ માં થયો હતો. ૩૦ વર્ષની વયે સંસાર ત્યાગ કરેલો અને સાડા બાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી જ્ઞાન પ્રાપ્ત કરેલ. વિ. સ. પૂર્વ ૪૭૦ આસોવદ અમાસની રાત્રીએ મહાવીર પ્રભુ નિર્વાણ પામેલા. જૈન ધર્મ કહે છે કે આત્મા અનાદિ, અનંત અને શાસ્વત તત્ત્વ છે. આત્મા અથવા જીવનું કોઈ સર્જનહાર નથી. પણ તે સ્વયં સિદ્ધ છે. ત્રિકાળ સુધી જીવંત રહેતો હોવાથી તે જીવ કહેવાય છે. આ જીવ અથવા આત્મા ચેતનામય છે. તેને રૂપ, રસ, શબ્દ, ગંધ અને સ્પર્શ નથી. તે નિરંજન અને નિરાકાર છે. આત્મામાં સંકોચ અને વિસ્તારની શક્તિ રહેલી છે. તે કીડી જેવા નાનકડા શરીરમાં પણ રહી શકે છે અને હાથી જેવા મોટા શરીરમાં પણ રહી શકે છે. આત્મા જે શરીરમાં રહે છે, તે શરીર નાશવંત છે. પંરતુ આત્મા અમર છે. શરીરમાં રહેતો હોવા છતાં શરીરથી અલગ છે. જન્મ સમયે આત્મા શરીરમાં પ્રવેશ કરી શરીર દ્વારા જે કર્મો કરે છે તે મુજબ ફળ ભોગવે છે. આત્મા શરીરનો ત્યાગ કરે છે, ત્યારે શરીર અચેતન બની જાય છે; જેને આપણે મૃત્યુ થયું તેમ કહીએ છીએ. આ જગતમાં ધન, યૌવન, જીવન, પરિવાર એ સઘળું ક્ષણભંગુર છે. યૌવનનું જોશ સંધ્યાકાળની લાલીની જેમ ક્ષણમાં જ નાશ પામે છે. એટલા માટે આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ આવા વિચારો કરવા તે મહા મોહનો પ્રભાવ છે. જે પદાર્થો આંખથી દેખાય તે સમસ્ત નાશ પામવાના છે. આપણી સાથે આપણાં કરેલાં કર્મો જ આવવાનાં છે. લક્ષ્મી બહુ ચંચળ છે. ક્યારે આવે અને ક્યારે જાય તેની કોઈને ખબર નથી. લક્ષ્મી મેળવવા અવશ્ય પ્રયત્ન કરવા જોઈએ પરંતુ રાત દિવસ પાપ કરીને અનીતિનું જીવન જીવીને લક્ષ્મીનું ઉપાર્જન કરવું યોગ્ય નથી. નીતિભર્યા વેપારથી અથવા પરિશ્રમથી લક્ષ્મી મેળવવામાં કોઈ હરકત Jain Education Intematonat For Personal & Private Use Only www.jainerary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52