Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 11
________________ જૈન ધર્મી જૈન ધર્મ એ ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન ધર્મ છે. સઘળાં કર્મોમાંથી મુક્ત બનાવીને, આત્માને મોક્ષ અપાવવા દ્વારા આત્મવિજેતા થવાનો માર્ગ બતાવનાર ધર્મ જૈન ધર્મ તરીકે ઓળખાય છે, કારણ કે તેનો સંબંધ જિન સાથે છે. જિનનો અર્થ વિજેતા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો અને મન ઉપર જેમણે સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરેલ છે અને રાગ દ્વેષ ઉપર જેમણે સંપૂર્ણ કાબૂ મેળવેલ છે, તેને જિન કહે છે. જેમણે પોતાનાં કર્મો ખપાવવા ભયંકર તપશ્ચર્યા કરેલ છે, કષ્ટ સહન કરેલ છે, શત્રુ અને મિત્રને એક સમાન નિહાળેલ છે, આંતરશત્રુ જેવાં કર્મોને હણીને જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ છે તેમને જિન કહેવાય છે. જિનને અરહિત અને તીર્થકર પણ કહેવામાં આવે છે. જૈન ધર્મમાં આવા ચોવીસ તીર્થકરો છે. આ તીર્થકરો જૈન ધર્મના સ્થાપકો છે અને જૈન ધર્મની સ્થાપના કરીને જગતને કલ્યાણ માટેનો માર્ગ બતાવ્યો છે. બીજા ધર્મોની માફક આ તીર્થકરો ઈશ્વરના અવતાર નથી કે અનાદિ સિદ્ધ નથી, પરંતુ સામાન્ય મનુષ્યરૂપે, જન્મેલા છતાં પૂર્વ સંસ્કારોને કારણે અને મનુષ્ય જન્મમાં વિશેષ પ્રકારની સાધના કરીને, તીર્થંકર પદને પામ્યા છે. એટલે કે તીર્થકર એ આપણા મનુષ્યમાંના જ એક હતા અને તેમનો સંદેશ છે કે જે કોઈ વ્યક્તિ આત્મા ઉપર લાગેલા અનાદિકાલીન કર્મ ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે તો તે તીર્થકર પદને પામી શકે છે. મનુષ્ય જાતિમાં આ પ્રકારની પ્રેરણા આપનાર આ તીર્થકરો જૈન ધર્મનું શિક્ષણ આપે છે. અન્ય ધર્મમાં મનુષ્ય સાધના કરીને દેવોની પૂજયતા પ્રાપ્ત કરે છે. પરંતુ જૈન ધર્મમાં મનુષ્ય એવું શિક્ષણ મેળવે છે કે દેવો પણ તેમને પૂજે છે. જૈન ધર્મ પ્રમાણે રુષભદેવ પ્રભુ પ્રથમ તીર્થંકર હતા. પાર્શ્વનાથ પ્રભુ અને મહાવીર પ્રભુનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. પાર્શ્વનાથ પ્રભુ તેત્રીસમા તીર્થંકર હતા અને મહાવીર પ્રભુ એ ચોવીસમા તીર્થંકર હતા. Jain Education internauonal For Personal a Private Use Only www.jaimellibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52