Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 9
________________ ધર્મ જીવનમાંથી મેલ અને નબળાઈઓ દૂર કરવા અને તેના સ્થાને સર્વોત્તમ સ્વચ્છતા અને નિર્મળતા લાવવી એ જીવનની સાચી સંસ્કૃતિ છે. પ્રાચીન કાળથી આ વાત દરેક દેશ અને જાતિમાં ધર્મ તરીકે ઓળખાય છે. દરેક વ્યક્તિને પોતાના વ્યક્તિગત અને સામાજિક કર્તવ્યનું ઠીક ઠીક ભાન, કર્તવ્ય પ્રત્યેની જવબાદરીમાં રસ અને રસને મૂર્ત કરી દેખાડવા જેટલા પુરુષાર્થની જાગૃતિ હોવી એ ધર્મનું ધ્યેય છે. ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેક, સમભાવ તેમ જ આ બે તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવન વ્યવહાર જેના વડે જગતના જીવો દુઃખ દર્દથી છૂટીને સુખ પામે તેને ધર્મ કહેવાય છે. જેનું પાલન કરવાથી અનેક પ્રકારનાં દૂષણો નાશ પામે, સદ્ગુણોનો વિકાસ થાય, આત્માની શુદ્ધિ વધે તેમ જ આપણે દુર્ગતિમાં જતા અટકી જઈએ અને સદ્ગતિ પામીએ અને જન્મ મરણ તથા આધિ, વ્યાધિ અને ઉપાધિથી છૂટી જઈને સતત આનંદ મળે તેવી દશાને પામીએ તે ધર્મ. જે વિચાર, વ્યવહાર અને વર્તનથી મનને શાંતિ મળે તે ધર્મ. જગતમાં માનવીઓ અનેક માન્યતાઓ ધરાવે છે અને અનેક પ્રકારે ધર્મનું આચરણ કરે છે. કોઈ મંદિર મસ્જિદ કે ગુરુદ્વારા જવામાં, કોઈ શાસ્ત્ર વાંચનમાં, કોઈ ગુરુ કે ઈશ્વરની ભક્તિ કરવામાં, કોઈ તીર્થયાત્રા કરવામાં, કોઈ ક્રિયાકાંડ કરવામાં, કોઈ પરોપકારના કામો કરવામાં અથવા કોઈ પોતાના ફાળે આવેલ ફરજો બજાવવામાં ધર્મ માને છે. - દરેક ધર્મના પાયામાં સત્ય રહેલ છે. તેમાં દાન પરોપકાર, પ્રમાણિકતા, સંતોષ, સાદાઈ, નીતિમત્તા, દયા, ગુરુભક્તિ, પ્રાર્થના, અને ધ્યાનનો મહિમા ગાયો છે. માનવી આવા ગુણોને કેળવી ખમીરવાળો અને સગુણી બની શકે છે. પરંતુ આપણે સંસારમાં જોઈએ છીએ કે લોકોને આ બાબતમાં વિચારવાનો સમય જ નથી. પોતાના કાર્યોમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે સાચું શું અને ખરાબ શું છે, તેનો સાર કે અસાર જોવાની આપણને ફુરસદ જ નથી. જે મનુષ્ય પોતાના જીવનમાં વિનય, ક્ષમા, સંતોષ આદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52