Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 7
________________ જૈન ધર્મ પ્રસ્તાવના ધર્મ એટલે શું? જૈન ધર્મ એટલે શું? જૈન ધર્મ શું કહે છે? વગેરે પ્રશ્નો આપણા મનમાં નિરંતર રહ્યા કરે છે. આપણી આજની યુવાન પેઢીને પણ આવા અનેક પ્રશ્નો મૂંઝવ્યા કરે છે. જૈન ધર્મ એટલે રાત્રીભોજન કરવું નહીં, કંદમૂળ ખાવાં નહીં, ઉપવાસ, એકાસણા કરવા, આ ન કરવું, તે ન કરવું વગેરે નકારાત્મક ભાવનાઓ જ છે, એવું આજની યુવાપેઢીને લાગ્યા કરે છે. જેના લીધે તેઓ ધર્મથી વિમુખ થતા જાય છે. આજે નવાં નવાં દેરાસરો, ઉપાશ્રયો તો બનતાં જાય છે. તેથી જૈન ધર્મની સંસ્કૃતિ પૂરેપૂરી જળવાઈ રહે છે. પરંતુ ધર્મના સંસ્કારો જાળવવા માટે યુવાન પેઢીને આ ધર્મ તરફથી વિમુખ થતી અટકાવવાની જરૂર છે. તે માટે તેઓને જૈન ધર્મ અને તેના સિદ્ધાંતોની સાચી સમજણ સરળ ભાષામાં આપવી જરૂરી છે. જૈન ધર્મના મોટા ભાગનાં સૂત્રો અર્ધમાગધી ભાષામાં છે. આ સૂત્રોને મોઢે કરવા આજની યુવા પેઢીને સમય નથી. વળી, સૂત્રો ભાવાર્થ જાણ્યા વગર સમજી શકાય નહીં. રાત્રીભોજનનો, કંદમૂળનો ત્યાગ વગેરે જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતોના ભાગ રૂપે છે. પરંતુ જૈન ધર્મના સિદ્ધાંતો અહિંસા ઉપરાંત સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહનું પાલન અને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, વગેરેના ત્યાગ પણ છે. આ સિદ્ધાંતો બહુ જ સરળ છે. આપણે સૌ જાણીએ છીએ પરંતુ તેનું સમગ્રપણે પાલન કરવું બહુ જ મહત્ત્વનું છે અને બહુ મુશ્કેલ છે. છતાંય આંશિક પાલન કરવાથી પણ જીવન સુખમય અને શાંતિયુક્ત બની શકે તેમ છે. ગુજરાત વિદ્યાપીઠ તરફથી શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાળામાં ધર્મના આગમોનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવેલ છે. શ્રી મહાવીર પ્રભુનો શ્રી સુધર્મ સ્વામી સાથેનો, શ્રી ગૌતમ સ્વામી વગેરે સાથેના વાર્તાલાપો બહુ જ સરળ ભાષામાં મૂકવામાં આવેલા છે. આ ગ્રંથમાળામાંથી પ્રભુએ કરેલ ઉપદેશ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52