Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 6
________________ ડો. જીતેન્દ્ર શાહ ડાયરેક્ટર, રીસર્ચ એલ.ડી.ઈન્સ્ટિ. ઓફ ઈન્ડોલોજી અમદાવાદ. તા. ૧૭-૪-૯૯ ડોલરભાઈનું નવલું ચિંતન ડોલરભાઈની મુખ્ય પ્રવૃત્તિતો સાધર્મિકોની ભક્તિ અને સેવા કરવાની છે. પણ સાથે સાથે ધાર્મિક ચિંતન પણ ચાલ્યા જ કરે. લીધેલું કામ કોઈપણ રીતે પાર પાડવું અને તેમાં આવતા વિનો દૂર કરવા. સાધર્મિકોની પ્રવૃત્તિ અને ચિંતનની યાત્રાના ફળસ્વરૂપે નિષ્પન્ન થયેલ લઘુ પુસ્તિકાઓ એટલે નવકાર મહામંત્ર, સામાયિક અને છેલ્લે જૈન ધર્મ. સામાયિક નામની પુસ્તિકા અને સાથે તેની કેસેટ પણ પ્રકાશિત કરી સારો આવકાર મળ્યો. હવે તેમણે ચિંતન કરી જૈન ધર્મ અંગે લખાણ લખ્યું અને આ પુસ્તિકા રૂપે પ્રગટ થઈ રહ્યું છે. જૈન ધર્મના તપ અને ક્રિયાઓ સાથે સાથે ઉન્નત સિદ્ધાન્તો પણ જાણવા જેવા અને સાધવા જેવા છે. તેનો ખ્યાલ બહુ ઓછા જૈનોને હોય છે. તેવા માટે આ પુસ્તિકાનું ચિંતન ઉપયોગી નિવડશે. ચિંતન માત્ર સ્વમાં સીમિત ન રહે તે માટે તેને પ્રકાશિત કરી સર્વ સુધી પહોંચાડવા માટેની વૃત્તિ આવકારવા જેવી છે. સાથે સાથે એમની મુખ્ય પ્રવૃત્તિ સાધર્મિક વાત્સલ્ય સતત વધતી રહે, વિસ્તરતી રહે તેવી શુભેચ્છા સહ. જીતેન્દ્ર બી. શાહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52