Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ શુભાશિષ જૈન સાહિત્યના અણમોલ ગ્રંથમૌક્તિકો અહીં તહીં વિખરાયેલા જોવા જાણવા સાંભળવા મળે છે. આજથી લગભગ ૩૮ વર્ષ પહેલાં કેટલાંક સાક્ષર વિદ્વાનોએ તે મૌક્તિકોને નોંધ રૂપે એક માળામાં ગૂંથી લોકો સમક્ષ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ” નામથી ૧ થી ૭ ભાગમાં હિંદી ભાષામાં પ્રકાશિત કર્યા હતા. ગુજરાતી વાચકો પાસે પણ આ બધી જાણકારી પહોંચે તેવા શુભાશયથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટે હિંદી સાતે ભાગોનું ગુજરાતી પ્રો. શ્રી નગીનભાઈ શાહ તથા પ્રો. રમણીકભાઈ શાહ પાસે કરાવી “જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ” ભાગ ૧ થી ૭ પ્રકાશિત કરવા નિર્ણય કર્યો. અમે તેમના આ પ્રયાસને અંતરથી આવકારીએ છીએ અને હૈયેથી શુભાશિષ આપતાં જણાવીએ છીએ કે તમારા આ પ્રયાસને ગુજરાતી સાક્ષરો, જિજ્ઞાસુઓ, વાચકો ઉમળકાથી વધાવશે. જૈન સાહિત્યના અનેક વિષયોની જાણકારી મેળવી અક્ષરની ઉપાસના દ્વારા અવશ્ય અક્ષર મેળવશે તેવી શુભેચ્છા. વિ.સં. ૨૦૬૦ મહા સુ. ૧૩ બુધવાર ગોવાલીયાટેક, મુંબઈ – આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરિ – આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 556