________________
ક'
વિજયનસુરિ, વધાર્યો. આથી રાણે ખુશી છે અને ગુરૂના ઉપદેશથી ડમ્માલ કર બંધ કર્યો, સરોવરમાં માછલાં માટેની જાળ નાંખવાની તથા ચકલીઓ મારવાની અટકાયત કરી, ગર્ભવિદારણ તથા મનુષ્યવધના પાપનું આલેચન લીધું. મરૂધર (મારવાડ) દેશની રાજધાની જોધપુરમાં રાજા ૧ અજીતસિંહ હતું ત્યાં માસું કર્યું. મેડતાને અપાસરે હતું તે પર મુસલમાનેએ મસીદ બનાવી હતી, તે ગુરૂના વચને બદલાવી ફરીવાર તેને અપાસરે બનાવ્યું. ત્યાં સંગ્રામસિંહ રાણાએ પિતાના મહેલમાં સંઘસહિત શ્રી મહાવીર પ્રભુના જન્મ સંબંધીનું વ્યાખ્યાન ગુરૂના મુખથી સાંભળ્યું. આ રીતે શાસનશેભા વધારી અને બધાં તીર્થની યાત્રા કરી.
પછી ઉદયપુરમાં પ્રથમ ચાર માસાં કર્યા હતાં અને સંઘપ્રત્યે ગુરૂની ધર્મપ્રીતિ હતી, તેથી પુનઃ ત્યાં પધાર્યા. અહીં પિતાનું મરણ નજીક જાણે પોતાની પાર્ટવિજયક્ષમાસૂરિને આચાર્યપદ આપી સ્થાપ્યા. સંવત્ ૧૭૭૩ ભાદ્રપદ શુદ ૮ પછી પિતે અનશન કરી ભાદ્રવાદિ બીજે પદ્માસને ધ્યાન ધરતાં સ્વર્ગવાસ કર્યો. શ્રાવકોએસાતમેં રૂપીઆ એકડા કરી રૂડી માંડવી બનાવી અગ્નિસંસ્કાર કર્યો. આ રાત્રીએ વિમલવિજયઉપાધ્યાયને સ્વપ્ન આવ્યું કે દેવવિમાનમાં ગુરૂ સ્વર્ગે સીધાવ્યા.
- ૧ અજીતસિંહ રાઠવંશી પ્રતાપી વિર રાજા હતા. તેનું, મોટા કુંવર અભયસિંહની પ્રેરણાથી નાગારમાં તેના નાના કુંવર વન્તસિંહે રાજ્યભથી ખૂન કર્યું હતું. ઈ. સ. ૧૭૨૫. પછી અભયસિંહ ગાદી પર આવ્યો.
* જન્મ મારવાડ દેશના પાલીનગરમાં એસવાલ શાહ ચતુરજીને ત્યાં. મુરિ થયા પછી અન્યા દેશમાં વિચરી સોરઠના દીવબંદરમાં આવ્યા ને ત્યાં સં. ૧૭૮૫ માં દેવલોક ગયા. આ વર્ષમાં તેમના પટધર વિજયદયારિને દીવબંદરમાંજ આચાર્યોત્સવ થયો. ત્યાર પછી તેઓ સુરત ગયા. ત્યાં બાદશાહના સુબા નવાબ વગેરે અને તેમના ભક્ત થયા. ત્યાંથી વિહાર કરી સેરઠ દેશમાં આવ્યા ને રાજી ગામમાં સં. ૧૮૦૯ માં સ્વર્ગવાસ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org