Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 473
________________ રાસસાર (૧૫) (અમરેલી) વિગેરે નગર-ગામમાં અદ્ભુત કૃત્યથી જિનશાસન દીપાવતા ઉજજયંતગિરિ ગયા. જૂનાગઢ નગરના સ્વામી મહીપ (મહીપાલ) દેવ,સં. દેસલ–સમરના ગુણેથી આકર્ષિત થઈ સંઘ સાથે આવતા સંઘપતિના સામે આવ્યા હતા. ઇંદ્ર-ઉપેદ્રની જેમ શેભતા વજી ચકયુકત હાથવાળા મહીપાલ અને સમરાશાહ પ્રીતિતત્પર બની મલ્યા, પરસ્પર ભેટી આસને બેઠા. ક્ષેમપ્રશ્ન વિગેરે આલાપથી બન્ને પ્રીતિ–હર્ષયુકત થયા. વિવિધ ભેટથી સાહે સમર) મહીપાલને પ્રસન્ન કર્યો. મહીપાલે પણ દ્વિગુણ પ્રસાદ આપી સમાને પ્રસન્ન કર્યો. સમશાહ સાથે ગમન કરતા મહીપાલદેવે સં. દેસલને પ્રવેશ મહિમા કર્યો. સમરદ્વાર સંઘને વાસ તેજપાલપુર પાસે કરાવી રાજા સ્વયં સ્વાવાસે ગયે. રાસમાં જણાવ્યું છે કે-વણથલીની ચૈત્યપરિપાટિ કરી, તલહટી ગઢમાં થઈ ચતુવિધ સંઘ ઉત્કંઠાથી ઉહિલા જન (ગિરનારગિરિ ) ઉપર ચાલ્યા. દાદર હરિ પાંચમે કાલમેઘ ક્ષેત્રપાલ જે ત્યાં સુવર્ણરેખા નદી વહેતી હતી, તરુવની ઝાડ નજરે પડતી હતી. પાજ ચડતાં પગલે પગલે ધર્મિ જનનાં સુકૃત શેભતાં હતાં. ઊંચે પર્વત-શિખર પર ચીને નીચી ગતિ ટાળતા જાદવરાય–નેમિનાથનું ભુવન પામી, ત્રણ પ્રદક્ષિણ દઈ, શિવદેવીસુત-નેમિજિનને ભેટી ગઢમાં ઉતર્યા. ગજે. દ્રપદ(કુંડ)માં કલશ ભરી નેમિજિનને ન્હણ કર્યું. પૂજા કરી, મહાધ્વજ આપી, છત્ર, ચામર મેલ્યા. - અંબા, અવકન શિખર, સાંબ-પ્રદ્યુમ્નની ટુંકે ચડ્યા. સર્વ વનરાજી વિકસિત થયેલી હોવાથી સહસારામ મને હર જણાતું હતું કેઈલને સાદ સેહામણું લાગતું હતું, ભમરાઓનો ઝંકાર સંભજાતે હતે. નેમિકુમારના આ તપોવનમાં-દીક્ષા સ્થાનમાં દુષ્ટ જીવ સ્થાન પામતા નહિ. આવા ત્રિભુવનદુર્લભ તીર્થમાં નિશદિન દાન દેવાતું હતું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504