Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 494
________________ (૧૭૧). કલ્યાણસાગર સૂરિ જણાવે છે. પછી બાલ પુત્રોને લઈ નિર્ભય સ્થાન વિલેકતી માતા રાજનગરી( અમદાવાદ)માં રહે છે. જિનયાત્રા કરતાં મહાવીરને દેહરે દર્શન વંદન કરી પાસેની પિસહશાલામાં સાગરગચ્છના લમીસાગરસૂરિની દેશના સાંભળી લઘુપુત્ર દીક્ષા લેવા માતા પાસે અનુમતિ માગી. છેવટ માતા સાથે બન્ને ભાઈઓએ વિ. સં. ૧૭૫૨ માં વૈશાખ સુ. ૧૦ ગુરુવારે દીક્ષા લીધી. મોટાભાઈનું નામ ક્ષીરસાગર અને લઘુભ્રાતાનું નામ પ્રમેદસાગર પ્રસિદ્ધ કરવામાં આવ્યું. શિક્ષા ગ્રહણ કરી, પેગ વહન કરી, વિનય વૈયાવચ્ચ કરતા આગમના જાણકાર થયા. પ્રમોદસાગર બુદ્ધિપ્રકાશ વધતાં લક્ષણ, કાવ્ય, તક, સાહિત્ય, અલંકાર, સામુદ્રિક, જોતિષ વિ. શાસ્ત્રમાં કુશલ થયા. વાદશક્તિ ધરાવતા, નવરસથી રાજાઓને રંજિત કરતા, કાવ્યપ્રબંધ રચતા હતા. પંડિતે તેમના પાય સેવતા હતા. વ્યા ખ્યાનમાં ચતુર થયા. તે વખતે ગુરુએ પંડિત પદવી દીધી, જગતમાં કીતિ વિસ્તરી. સેલ વરસની વયના સંયમી આ મુનિરાજ ભવિજનને પ્રતિબોધ આપતા, મેટા મેટા પણ તેમના પાય પ્રમતા હતા. ગુર્વા આ લક્ષ્મસાગરસૂરિ તપા(સાગર)ગરમાં થયેલ વૃદ્ધિસાગરસૂરિના પટ્ટધર હતા, કે જે વૃદ્ધિ .. ને નિર્વાણુરાસ આ જ લમીસા. યુરિની સત્તામાં છે. દીપસૈભાગ્યે ર હતો અને તે એતિહાસિક રાસસંગ્રહ ભા૩ માં સદ્ગત જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ દ્વારા સંશોધિત થઈ સાર, અતિહાસિક ઉપયોગી ટિપોિથી વિભૂષિત થઈ ભાવનગર ચશોવિજય જન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત થયેલ છે. આ સંચયમાં પણ વૃદ્ધિસાગરસૂરિના ગુરુ રાજસાગરસૂરિને રાસ અને સાર પ્રકટ થયેલ છે. લક્ષ્મી સાગરસૂરિનું પૂર્વનામ નિધિસાગર હતું. એમનો જન્મ ખંભાતમાં વિ. સં. ૧૭૨૮ માં, દીક્ષા વડેદરામાં સં ૧૭૩૬ માં, આચાર્યપદ અહમ્મુદાવાદમાં(?) સં. ૧૭૪૫ માં અને સ્વર્ગવાસ સુરતમાં સ. ૧૭૮૮ માં થ. (વિશેષ માટે ઉર્યુંકત ગ્રંથ, તથા શ્રીયુત સાક્ષર મેહનલાલ દલીચંદ દેસાઈ દ્વારા સંપાદિત એતિહાસિક રાસમાળા ભા ૧, નિવેદન પૃ. ૨૦-૨૧ જાઓ). -લા, ભ. ગાંધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504