________________
(૧૧૯) સંઘપતિ સમરસિંહ કર્તા, શરૂઆતમાં ઉપકેશ ગચ્છના સિદ્ધસૂરિ તે વખતે વિચરતા હતા તેની પરંપરા જણાવે છે કે, રત્નપ્રભ, યક્ષદેવ, કર્ક, સિદ્ધ, દેવગુપ્ત એમ અનુક્રમે થયા પછી સિદ્ધસૂરિ થયા પછી સમરાશાહની વંશપરંપરા આપે છે કે, ઉપકેશ (ઓશવાળ)વંશમાં વેસટ કુલમાં સલખણે નામને પ્રતાપી નર થયે, તેને પુત્ર આજડ હતું, તેને ગેસલ નામને પુત્ર હતું. તેને ગુણમતી માયાથી ત્રણ પુત્ર નામે સંઘપતિ આસધર, દેસળ અને લૂણે થયા. એ ત્રણેની પત્નીનાં નામ રત્નશ્રી, ભેલી અને લાછી (લામી).દેસળને પિતાની ભાર્યા ભેલીથી ત્રણ પુત્ર થયા-સહજ સહિણે અને સમરસી (આપણે ચરિત્રનાયક).હવે ગોસલના સુત અણહિલપુરમાં આવી વસ્યા અને ત્યાં રત્નપરીક્ષાથી-ઝવેરીના ધંધાથી રાય, રાણાને રંજિત કરતા હતા. અહીં પાદશાહ સુરતાણને સુબે
અલપખાન રાજ્ય કરતા હતા. દેસલસુત સમરસિંહે પિતાની ચતુરાઈથી તેને રંજિત કર્યો હતે. ખાને તેને બહુ પ્રસાદ આપે હતા. તે મીર મલિકથી માન પામતું હતું. તેના ષ્ઠ બંધુ સહજપાલે દક્ષિણમંડળના દેવગિરિમાં વીસ જિનાલય કરી તેમાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી ધર્મવ્યાપાર કર્યો હતે. અને તેના બંધુ સાહણાએ સાગરથી ગંભીર એવા ખંભાત નગરમાં રહી પૂર્વજોની કીર્તિ પ્રાપ્ત કરી હતી.
“ ૧૪ મી શતાબ્દીની મધ્યમાં અત્યાચારી અલ્લાઉદ્દીનને આસુરી અવતાર થયો. તેણે આર્યાવર્તાના આદેશ અને અનુપમ એવાં અસંખ્ય દેવમંદિર, કે જેના માટે સ્વર્ગના દેવે પણ આ પુણ્ય ભૂમિમાં જન્મ લેવાની વાંછા કરતા હતા, તેને નાશ કરવાને પ્રારંભ કર્યો. જેની રમણીયતાની બરાબરી સ્વર્ગનાં વિમાન પણ કરી શકતાં ન હતાં, તેવાં હજારે મંદિરને ઘૂળમાં મેળવી દીધાં. જે ભવ્ય અને શાંતસ્વરૂપી પ્રતિમાઓને એકજ વાર પ્રશાન્ત મનથી જેવાથી પાપીષ્ટ આત્મા પણ પવિત્ર થઈ જતા હતા, એવી અસંખ્ય દેવમૂતિઓને તેના પૂજકના હૃદયે સાથે તેણે વિદીણું કરી નાખી. હાય ! આપત્કાલના પહેલાં ભરતભૂમિ જે જિનભવનેથી સુશોભિત હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org