Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 443
________________ સસા. ( ૧૨૦ ). તેની વિભૂતિની કલ્પના પણ થવી કઠિન છે. તે અસુરના અધમ અનુછવીઓએ શત્રુંજયતીથને પણ અસ્કૃષ્ટ અને અખંડિત રાખ્યું નહિ. તેઓએ તીર્થપતિ આદિનાથ ભગવાનની પૂજા –પ્રતિમાને પણ કંઇચ્છેદ કર્યો હતો, અને મહાભાગ બાહડ મંત્રીના (વિ.સ. ૧૨૧૩)માં ઉદ્ધાર કરેલા મંદિરના કેટલાક ભાગને ખંડિત કર્યા.”—આ દુર્ઘટનાના સંબંધમાં જણાવ્યું છે કે – નિસુણે એ સમય પ્રેભ વે ત થરાય, ગંજણો એ ભાયિહ એ કરૂણરાવે નિડરમને મેહે પડિઓ એ. સમરસિંહે પિતાના સારા દિવસો અને સુલતાનની પિતાના ઉપર અપુર્વ પ્રીતિવાળી અનુકૂળ પરિસ્થિતિ જોઈ, તેને લાભ ઉઠાવવા નિશ્ચય કર્યો. હજુ પણ જેનાં સુકૃત સંકીર્તન ગાવામાં નસમાજ પિતાનું અહોભાગ્ય સમજે છે, તે સુકૃત શત્રુંજયને ઉદ્ધાર છે. શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરે એ પિતાનું પ્રથમ અને શ્રેષ્ઠ કર્તવ્ય છે એમ સમજતાં, તેણે તે ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી. આદિમિન બિંબને ઉધાર કરવાને અભિગ્રહ લીધો. ત્યાર પછી સમરસિંહ ખાનખાનને ભેટ. તેના ગુણેથી રંજિત થયેલા ખાને પિતાનું મસ્તક ધૂણાવ્યું. આવવાનું કારણ પૂછતાં સમરસિંહે અરદાસ કરી કે અમ્હારી આશાનું અવલંબન હિંદુઓની હજ ભાગી નાખી છે, તેથી હિંદુ દુનિયા નિરાશ થઈ છે. ખાને સામ્ય નજરથી જોઈ સમરાને માન આપ્યું–તીર્થ માંડવાનું ફરમાન આપ્યું. અહિદર મલિકને ખુદ પિતે જ એ સંબંધી આજ્ઞા કરી, ખાન પાસેથી ફરમાન મળતાં પ્રસન્ન થઈ સમરા શાહ ઘરે આવ્યા. ક્ષણમાં જિનમંદિરે જઈ શ્રમણ સંઘને વિનતી કરી. સંઘે બુદ્ધિથી બહુ પ્રકારે વિચાર કરી પસાય કર્યો. આજ્ઞા આપી જણાવ્યું કે શાસનના શ્રેષ્ઠ શણગારરૂપ મંત્રી વસ્તુપાલ અને તેજપાલ એ બને ષદર્શનના દાતાર અને જિન ધર્મના બે નિર્મલ નેત્રરૂપ હતા. તેઓ રાય સુલતાનના આદેશથી શ્રેષ્ઠ ફલહી લાવ્યા હતા. આ દુષમ કાળની આણ વર્તતાં આજે તેને અવસર રહ્યો નથી. તે તું પુણ્યને પ્રકાશ કર અને જિનવરધર્મને ઉદ્ધાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504