________________
રાજસાગરપ્તિ
પ્રમાણે કરજો અને અમારે આ છેલ્લે ધર્મલાભ માનજે એમ કહી સૂરિજીએ પિતાને હાથ ઉંચે કર્યો અને તે જ વખતે પોતે ચારે આહારને ત્યાગ કરી અણસણ ઉચયું.
ત્યાર બાદ ખંભાત, સુરત, બુહનપુર, પાટણ, રાધનપુર ઈત્યાદિ શહેરેના આગેવાન શ્રાવકેનાં નામ લઈ તેમને ધર્મલાભ પહોંચાડવાની સૂચના કરી. તે પછી ભાદ્રપદ માસના શુકલ પક્ષની છઠની રાત્રિએ સૂરિજી રાશી વર્ષનું આયુષ્ય સમાપ્ત કરી નિર્વાણ પામ્યા.
તેમને પિતાના આયુષ્યના ૨૮ મા વર્ષમાં પંડિત પદ મળ્યું હતું. ચાર વર્ષ લગી પંડિત પદ ભગવ્યું. પછી ઉપાધ્યાયપદની પ્રાપ્તિ થઈ અને ૭ વર્ષ લગી તે પદે રહ્યા. ત્યાર પછી આચાર્ય પદ્ધી મેળવી અને તે પવી પાંત્રીસ વર્ષ સુધી ભેગવી ૮૪ મા વર્ષે સ્વર્ગસ્થ થયા. આ હિસાબે, સં. ૧૬૩૭ માં જન્મ, ૧૬૬પ માં પંડિત પદ, ૧૬૭૯ માં વાચક પદ અને ૧૬૮૬ માં આચાર્ય પદ મેળવ્યું હતું; એમ રાસમાં જણાવ્યા પ્રમાણે બરાબર મળી આવે છે.
સૂરિજીના સ્વર્ગસ્થ થયાના સમાચાર સાંભળી શહેરને સકલ શ્રાવક-શ્રાવિકા સમુદાય એકત્ર થયું અને તેણે આચાર્ય (વૃદ્ધિસાગરસૂરિ) ને સૂરિજીના શબને પ્રક્ષાલન કરવાની વિનંતિ કરી. તેમણે મનમાં ધૈર્ય આણ પિતાના ગુરૂના શરીરને પ્રથમ નિર્મલ નીરથી સ્નાન કરાવ્યું. પછી પોતાના હાથે ચંદન વિગેરેનું વિલેપન કર્યું. પછી ઉત્તમ વસ્ત્રો પહેરાવી એક પાટ ઉપર સ્થાપન કર્યા. ત્યાર બાદ બધા સંઘે મલી શબની પૂજા કરવી શરૂ કરી. જેમાં સૌથી પ્રથમ શાંતિદાસ શેઠના પુત્રોએ તેની શરૂઆત કરી અને અગર, અબીર વિગેરે ઉવેખી સેના નાણું મૂકી અંગ પૂજા કરી. તેમના પછી વર્ધમાન સાહના પુત્રોએ અને વાઘજી સાહના પુત્રોએ તેજ પ્રમાણે પૂજા કરી. ત્યાર બાદ દેસી ગેવિંદ વિગેરે સકલસંઘે પૂજા કરી. આવી રીતે પૂજા કરતાં એકંદર અઢી હજાર રૂપીઆ ભેગા થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org