________________
રાસ-સાર
૪૪
રાખી શકાય. આટલું' પ્રાસ્તાવિક જણાવી હવે મૂળ રાસ ( પ્રેમધ ) ના સાર તરફ દૃષ્ટિ કરીએ.
પ્રાર'ભમાં, પ્રમધકાર ફુલવધી ( મારવાડમાં મેડતાની પાસે આવેલા લાધી ગામના } પાર્શ્વનાથને પ્રણામ કરી, સરસ્વતી દેવી નુ સ્મરણ કરી અને જનકુશલસૂરિ ( જેઓ ખરતરગચ્છમાં દાદાજીના નામે પ્રસિદ્ધ છે ) ના ચરણકમલને હૃદયલાં ધારણ કરી, પેાતાના આચાય જિનસિ’હસૂરિની આજ્ઞાથી, જૈનધમના ઉદ્દાત કરનાર કર્મચંદ્ર મ`ત્રીના પ્રખ`ધની રચના કરવાની શરૂઆત કરે છે.
પૂર્વે દેવલવાડા + નામના સ્થાનમાં દેવડાવશના શૂરવીર એવા સાગર નામે રાજા થયા કે જેણે માલવાના બાદશાહને પરાજય કરી તેના દેશને ઉજ્જડ કર્યાં. તેને એક દર આઠ રાણીઓ હતી જેમાં મુખ્ય પટરાણી માનવતી નામે હતી. તેને બેહિથ, ગંગદાસ અને જયસિંહે એમ ત્રણ પુત્ર થયા. મહિથને અહિર ગઢે કરીને પત્ની હતી. તેની સતતિ હિયરાનાત્ર નામે પ્રસિદ્ધ થઈ. તેને એકંદર શ્રી કરણાદિ આઠ પુત્રો અને પદમા નામે એક પુત્રી હતી. બેહિથ રાજાએ એક વખતે ૧૧૦૦ સુભટ લઇ ચિત્રકૂટ ( ચિત્તાડ ) ઉપર ચઢાઈ
+ જે પ્રતિના આધારે આ પ્રબંધ મુદ્રિત કરવામાં આવ્યેા છે તે પ્રતિ પાટણમાં આવેલા સાગરગચ્છના ઉપાશ્રયના જ્ઞાનભંડારની હતી, તે પ્રતિ પ્રાચીન લગભગ તેજ વખતે લખાયલી હતી. તેના પાના હવાની ભીનાશને લઇને પુરસ્પર ચોંટી ગયા હતા અને તેના લીધે કેટલીક જગ્યાએ અક્ષરા નષ્ટ-ભ્રષ્ટ થઈ ગયા હતા. આ · દેલવાડા ’ શબ્દ તેમજ આગળની ૧૪ મી કડીમાં આવેલે મંડાર' શબ્દના અક્ષરે ખરાબ થઇ બિલ્કુલ વાંચી નહિ શકાય તેવી સ્થિતિમાં હતા. તે પણ સુક્ષ્મદર્શીક કાચના યેણે જેમ તેમ કરીને અક્ષરા અનુમાનથી એળખ્યા પરંતુ સર્વથા અસંદિગ્ધ નહિ. જણાવાના લીધે એ શબ્દોની આગળ ( ? ) આવુ શંકાચિન્હ મૂકયુ` છે, પરંતુ, પાછળથી જ્યારે સંસ્કૃત પ્રબંધ મળ્યા ત્યારે તેમાં તપાસ કરતાં આ શબ્દો જ યથાર્થ મળી આવ્યા, તેથી હવે આ સ્થાને મૂકેલાં 'કાચિન્હો નિક સમજવા. આપેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org