________________
રાસ-રાસ,
ગુરૂપર અકબર બાદશાહને પૂજ્ય ભાવ વધતાં તેમને ઉચ્ચપદ આપવા ની ઈચ્છા થઈ. ઉચ્ચપદ યુગ પ્રધાનનું કહેવાય અને તેવા યુગ પ્રધાન પૂર્વે કેણ થયા તેને નિર્ણય કરવા માટે નાગદેવ શ્રાવકે અઠમ તપ કરી શાસન દેવતાને બોલાવતાં સુવર્ણ અક્ષરમાં જિનદત્તસૂરિનું નામ દેવતાએ લખ્યું. શાહે તેના જ જેવા જિનચંદ્રસૂરિ છે એમ જણાવી તેને સુગ પ્રધાન પદ આપ્યું. અમારી ત્યાં પળાવી, ખંભાત બંદરના સાગરની માછલી એક વરસ ન પકડવામાં આવે તેમ હુકમ કર્યા, લાહેરમાં એક દિવસ સર્વ જીવ ઉગાર્યા–વધથી મુકત કર્યા, જૈન ધર્મના દરેક ઘેર એક એક ચુનડી, સેપારી, નાળીયેર અને એક શેર ખાંડ આપી, ને નંદી મહોત્સવ પૂર્વક સૂરિને યુગપ્રધાન પદવી ઉત્સવ ફાગણ સુદિ બીજે કર્યો. આ વખતે જિનસિંહસૂરિએ શ્રુત્તસાગર, સેમ અને રનનિધાન પાક બનાવ્યા, ગુણવિનય ( આ પ્રબંધના રચનાર ) અને સમય સુંદર (ઘણુ રાસાઓ ચનાર) ને વાચક (ઉપાધ્યાય) પત્ર આપ્યું આ ઉત્સવમાં નવ હાથી અને પાંચસે ઘોડાઓ હતા. આ સર્વ કર્મચંદ્ર મંત્રીથી થયું. તેથી સર્વ સંઘે તેને ઘેર જઈ તને યશ તિલક કર્યું અને બહુ માન આપ્યું. પછી મંત્રીએ અવલ (અબુલ) ફજલને મોખરે કરી, અકબર બાદશાહની હજુરમાં જઈ દશસહસ્ર રૂપિયા, દશ હાથી, બાર ઘોડા અને વિવિધ વસ્ત્રની ભેટ કરી, આથી જલાલદી ગાજી (અકબર બાદશાહ ) બહુ ખુશી થયે. બાદશાહે તે પર હાથ મૂકી તેની બક્ષીસ કરી. પછી મંત્રી શેખના મહેલમાં આવે. સુરતાલ સલીમને ભેટ આપી સંતાપે, યુગપ્રધાન ગણધાર ( શ્રી જિનચંદ્રસૂરિ ) ની બેહિત્ય સંતતિ એટલે કમચંદ્ર મંત્રીએ યતિહુયણ સ્તવથી માસી પજુસણ પક્ષમાં સ્તુતિ કરી, અને સંવત્સરીની ચેમાસી પાખી પર સ્તુતિ કરી, સાંજના પ્રતિમણમાં શ્રીમાલ પહેરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org