________________
રાસ-સારે.
૩૮
જવાબ
અધિકાર છે એ
કરી અને આ '
આમ સાધુ પરિવાર એકઠા થયે, અને જૂદા જૂદા ગામથી સંઘના પ્રતિષ્ઠિત માણસો આવ્યા અને આ બધા સાથે લઈ દરબારમાં ગયા. શ્રાવકમાં શ્રીમાલીના શેઠ ભગવાનશેઠ, ઈચ્છાશા, વખત માનચંદ (કે જે મુસદી હતા), હરખા માનચંદ વગેરે હતા. વીસનગરથી ગલાસા જેચંદશા વગેરે રાવ્યા હતા. તે બધા ભેગા મળી દરબારમાં ગયા. સાહિબે વીરવિજ્યજીને ખુરશી પર બેસાર્યા, પછી ઢંઢકને
લાવ્યા. તેમના તરફથી જેઠારિખ આવ્યા. તેમને પ્રશ્ન પૂછતાં ઉત્તર ન મળવાથી તેને બદલે નરસીરિખને બોલાવી તેને સવાલ પૂછતાં જવાબ મળે નહિ. સાહેબે તેમને ફરીવાર ન પૂછતાં સૂત્રમાં પ્રતિમાને છે અધિકાર છે એ પૂછતાં શ્રાવકેએ અને વીરવિજયે તેને અધિકાર બતાવતાં તે વાત સાચી ઠરી અને આ રીતે છત થઈ.
વિરવિજયે ૪૫ સૂત્રની વાંચના કરી અનેક શ્રાવકેને શ્રદ્ધાવંત કર્યા. તેમાં મુખ્ય નગરશેઠ હેમાભાઈના પુત્ર પ્રેમભાઈ અને ભુરાભાઈ શેઠ, ભવાન ગમાનના જ્યેષ્ઠ પુત્ર (પાટવી) દલીચંદ, રૂપચંદ પાનાચંદના પુત્ર ઉમાભાઈ અને ત્રિકમદાસ વિગેરે. ખેત્રપાલ પિળના બધાને શ્રાવક બનાવ્યા. શ્રાવિકાઓમાં મુખ્ય હઠીસીંઘ શેઠનાં પત્ની હરકુંવર શેઠાણી હતાં. સં. ૧૮૯૩ ના મહાવદ ૧૧ ને દિને અંજનશલાકા કરી અને મુંબાઈવાલા મોતીશા શેઠે સિદ્ધાચલ ઉપર ટુંક કરાવી. જિનબિંબ સ્થાપના કરી. આ રીતે પાંચ હજાર પ્રતિમા સ્થાપી. આથી મતીશાના પુત્ર ખીમચંદભાઈ ખુશી થયા. - રાજનગરમાં એસવંશીય કેશરીસિંહ સુત હઠીસિંઘ શેઠ પ્રતિષ્ઠિત હતા, તેમણે વીરવિજયના ઉપદેશથી એક માટે જિન પ્રસાદ કરાવ્યો, પરંતુ તેની અંદર પ્રતિમાની સ્થાપના કરાવવાની હોંશ ઘણી છતાં તેમ થાય તે પહેલાં સદરહુશેઠ સ્વર્ગે સિધાવ્યા. તેમની પત્ની હરકુંવર શેઠાણીએ શેઠને શેક મૂકી પ્રતિમા પધરાવાનું ધર્મકાર્ય કર્યું. અંજનશલાકા કરાવી અઢળક ધન ખર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org