Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ એક આદમી ખાવા-પીવામાં એટલી બધી કાળજી વાળો.. આ ખાઉં તો બી.પી. વધી જાય ને આ ખાઉં તો સુગર.. આ નહીં ખાવાનું ને આ પણ નહીં ખાવાનું.. એટલી કાળજી કરે કે ક્યારેક તો ખાવાની કરતાં નહીં ખાવાની આઈટમ વધી જાય... ને છતાં “આજે સુગર વધી ગઈ છે..” “આજે ટેમ્પરેચર છે.' રોજ કંઈક ને કંઈક તકલીફ હોય જ. ને એક બીજો આદમી - કશી કાળજી નહીં. જ્યારે ઇચ્છા થઈ, જે ઈચ્છા થઈ, ખાઈ લે છે. છતાં બિલકુલ નિરોગી. ક્યારેય કોઈ ફરિયાદ નહીં. આવું જોવા મળે ? “હા.” આવું જોવા મળવું જોઈએ? કાળજી લેનારો નિરોગી રહેવો જોઈએ કે કાળજી વિનાનો? તો આવું વિપરીત કેમ જોવા મળે છે?” “કહો.. આ બીજા આદમીને કુદરત આરોગ્યની બક્ષિસ આપવા માગે છે. “તારે ફાવે તેમ ખાજે - પીજે. તારું આરોગ્ય સારું રહેશે...” અરે! કુદરત તો એમ કહે છે, “તું પથરો ખાશે તો પણ પચાવી દઈશ. પથરી નહીં થવા દઉં. કારણકે મારે તને આરોગ્યની બક્ષિસ આપવાની છે.' અને પહેલાં આદમીને એ જ કુદરત કહે છે “તને શાંતિથી જીવવા નહીં દઉં. રોજ કાંઈને કાંઈ તકલીફ – પીડા તારે વેઠવી જ પડશે.' એક યુવાન ભણેલો - ગણેલો અનુભવી ને પ્લાનિંગની સાથે ધંધો કરનારો. છતાં પૈસા બનાવી ન શક્યો. અને એક બીજો યુવાન એટલો ભણેલો નહીં, એવું પ્લાનિંગ નહીં ને આડેધડ ધંધો કરનારો.... ને છતાં જોતજોતામાં શ્રીમંત બની ગયો. આવું પણ દુનિયામાં જોવા મળે? કેમ વારં? આ બીજા યુવાનને કુદરત જાણે કે કહી રહી છે “મારે તને શ્રીમંતાઈની બક્ષિસ આપવાની છે. તે ભલે આડેધડ ધંધો કર્યો, હું આસપાસની વ્યક્તિઓને અને પરિસ્થિતિને એવી અનુકૂળ બનાવી દઈશ કે તારે નફો જ નફો.” અને એ જ કુદરત પહેલા યુવકને જાણે કે કહે છે કે “તેં ભલે સચોટ આયોજન પૂર્વક ધંધો કર્યો હશે. પણ મારે તને કમાવા દેવાનો નથી. મારી શક્તિઓ અમાપ છે. અત્યંત વિશ્વાસુ એવા પણ વચેટિયા દલાલ પાસે તારી પ્રત્યે વિશ્વાસઘાત કરાવીશ. બજારની રૂખ બદલી નાખીશ. અરે ! જરૂર પડ્યે સરકારની પોલિસી બદલી નાખીશ. પણ તને કમાવા નહીં દઉં એ નક્કી, કારણકે હું તને દરિદ્રતાની સજા કરવા માગું છું. કોઈકને પહેલે જ ધક્કે ધારેલી સફળતા. કોઈકને ઘણા ધક્કા, ઘણી મહેનત ને પછી પણ ધારેલી સફળતા તો નહીં જ. Jain Education International For Personal & Private Use Only www[ જેલર),

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 124