Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ એટલે હવે પ્રશ્ન ઊભો થશે કે જ્યારે એક પણ કેદી સજા ચાહતો નથી, તો કોર્ટ સજા શા માટે કરે છે? “એ તો અપરાધ કરીને આવ્યો છે, માટે સજા કરે છે...” બરાબર... એટલે આ સૂત્ર નિશ્ચિત કરવું જોઈએ કે “વિને અપરાધ સજ નહીં.” જો સજા થઈ રહી છે, તો અપરાધ હોવો જ જોઈએ. આ વાત યોગ્ય પણ છે જ, કારણકે સજા જોવા મળવા પર આપણને કલ્પના અપરાધની જ આવે છે. જેમ કે પડોશમાંથી અવાજ આવી રહ્યો છે.. બાપ મારી રહ્યો છે, બેટો રોઈ. ચિલ્લાઈ રહ્યો છે. દીકરાએ શું કર્યું છે? એ ખબર ન હોય તો પણ આપણને પરીક્ષામાં ફેઈલ થયો હશે, કોઈ ચીજ વસ્તુનું નુકશાન પહોંચાડ્યું હશે. માતાપિતાની સામે બોલતો હશે..' આવી કોઈ અપરાધની જ કલ્પના આવે છે. પશુના ગળામાં એક લાકડું બાંધવામાં આવે છે જે એના પગમાં ભટકાયા જ કરે છે ને ચોંટ કર્યા જ કરે છે. પંદર - વિસ પશુમાંથી એકાદ પશુના ગળામાં આવો ડેરો જોવા મળવા પર, “એ એના માલિકના કંટ્રોલમાં રહેતું નહીં હોય. માટે આ સજા કરવામાં આવી છે” આવી જ કલ્પના આવે છે. એટલે આ વાત તો નિઃશંક છે કે સજા અપરાધની જ હોય છે... વગર અપરાધે સજા હોતી નથી. હવે, આનાથી ભિન્ન પરિસ્થિતિ વિચારીએ. બાપ દીકરાને મારી નથી રહ્યો.. પણ ઉપરથી એની પ્રશંસા કરી રહ્યો છે... એને કંઈક બક્ષિસ આપી રહ્યો છે. શું કલ્પના આવશે ? પુત્રે કંઈક સારું કામ કર્યું હશે.' એટલે બીજું સૂત્ર નિશ્ચિત થાય છે – વિના સત્કાર્ય બક્ષિસ નહીં. જ્ઞાનીઓ કહે છે આ બન્ને સૂત્રોને આપણે આપણા જીવનમાં એપ્લાય કરવા જોઈએ. શારીરિક, આર્થિક, પારિવારિક, સામાજિક વગેરે અનેક પરિસ્થિતિઓનો સરવાળો એટલે આપણું આ જીવન. આમાંની જે જે પરિસ્થિતિ સારી છે, આપણને સંતોષપ્રદ છે એ બધી કુદરતે આપેલી બક્ષિસ છે. જરૂર આપણે તદ્યોગ્ય સત્કાર્ય કરીને આવ્યા છીએ. અને જે પરિસ્થિતિમાં આપણે હેરાન થઈ રહ્યા છીએ. આપણી ફરિયાદ છે કે આવું કેમ ? એ પરિસ્થિતિ એ કુદરતે આપણને કરેલી સજા છે. જરૂર આપણે એવો કોઈક અપરાધ કરીને આવ્યા છીએ. - કરે તે ભરે Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 124