Book Title: Jailer Author(s): Abhayshekharsuri Publisher: Bhuvane Dharmjaykar Prakashan View full book textPage 9
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ માતંગસિદ્ધાયિકા પરિપૂજિતાય શ્રી વર્ધમાનસ્વામિને નમઃ શ્રી વિજય પ્રેમ – ભુવનભાનુ - જયઘોષ – ધર્મજિત – જયશેખરસૂરીશેભ્યો નમઃ મૈં નમઃ - જેલર સંતપુરુષે સભાને કેટલાક પ્રશ્નો પૂછ્યા... સંત : સુખ કોને જોઈએ ? સભા : બધાને... ગરીબ હોય કે તવંગર.. રોગી કે નિરોગી... ભણેલો કે અભણ. સુખ તો જીવમાત્રને જોઈએ. સંત : ક્યારે જોઈએ ? દિવસે કે રાત્રે ? સભા : બારે મહિના ને ચોવીસે કલાક. સંત ઃ દુઃખ કોને જોઈએ ? ક્યારે જોઈએ ? સભા : દુઃખ કોઈને જોઈતું નથી, ક્યારેય જોઈતું નથી. સંત : દુનિયામાં લાખો કંપનીઓ છે. એક સામાન્ય નિયમ તરીકે કોઈપણ કંપની કેવો માલ બનાવવા ચાહે ? સભામાંથી કટલાક : સારામાં સારો.. વળી બીજા : વધુમાં વધુ નફો કરાવે એવો... સંત : ના, માલ ગમે એટલો સારો કે નફાકારક હોય, પણ એની ખપત જ ન હોય તો? એટલે સામાન્ય નિયમ એ છે કે કોઈપણ કંપની એવો જ માલ બનાવવા ચાહે છે કે જે માલની બજારમાં માગ હોય. જે માલની બિલકુલ ડિમાન્ડ ન હોય આવો માલ કોઈપણ કંપની ક્યારે પણ બનાવતી નથી. તો પછી કુદરતનામની કંપની દુઃખનામના માલનું સર્જન શા માટે કરે છે ? કારણકે દુઃખનામના માલની બજારમાં બિલકુલ માગ નથી. મફતમાં આપવા માગો તો પણ કોઈ જીવહાથમાં ઝાલવા તૈયાર નથી. બધાને સુખ, સુખ ને સુખ જ જોઈએ છે. એટલે આ પ્રશ્ન તો ઊભો થાય જ છે કે જ્યારે એકપણ જીવ દુઃખ ચાહતો નથી, તો કુદરત દુઃખ શા માટે આપે છે ? અલબત આ પ્રશ્નનો જવાબ કર્મ તો છે જ; પણ આ પ્રશ્નનો જવાબ લોકભાષામાં મેળવવો છે. ને એ માટે કોઈપણ જેલનો સર્વે કરવાનો. ૫૦-૧૦૦-૨૦૦ જેટલા પણ કેદી હોય, દરેકને પૂછવાનું કે ‘બોલો તમારામાંથી સજા કોને જોઈએ છે ?” શું જવાબ મળશે? ‘કોઈને નહીં.’ Jain Education International ૧ For Personal & Private Use Only જેલર www.emerary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 124