Book Title: Jailer Author(s): Abhayshekharsuri Publisher: Bhuvane Dharmjaykar Prakashan View full book textPage 7
________________ મનને શાંતરસમાં ઝીલતું કરી દે છે. આ વાસ્તવિકતાનો સ્વયં અનુભવ કરવા માટે દરેક વાંચકને હાર્દિક અપીલ છે. સામાન્યથી સાહિત્યમાં પુનરુક્તિ (એની એ વાતનું ફરીથી કથન) એ દોષરૂપ ગણાય છે. પણ રોગના ઉપચારમાં ફરી ફરી દવા લેવી એ લાભકર્તા કરતું હોય છે. પ્રસ્તુત નિબંધ પણ માનસિક ઉપચારરૂપ જ છે. ને તેથી કેટલીક વાતો (જેમ કે અગ્નિશર્માની કથા) થોડા અલગ-અલગ પરિપ્રેક્ષ્યમાં અનેકવાર જે કહેવાયેલી છે તે, તે તે કથનીના સ્પષ્ટીકરણ માટે હોવાથી લાભકર્તા જ નીવડશે એવી શ્રદ્ધા છે. પ્રસ્તુત નિબંધને માત્ર જોવાનો નથી, જીવવાનો છે. માત્ર વાંચવાનો નથી, વાગોળવાનો છે.. માત્ર ચાવવાનો નથી, પચાવવાનો છે... જો આ થશે. તો અંતઃકરણમાંથી શાંતરસની અપૂર્વ ઊર્મિઓ ઊઠતી ચોક્કસ અનુભવાશે. “હંસા ! તું ઝીલમૈત્રી સરોવરમાં પુસ્તક’ થી જૈન - અજેન હજારો હૈયામાં શાંતિની લહેર ઊઠી છે... આ પુસ્તક એને વધુ દઢ ને વધુ ચિરસ્થાયી કરવામાં સહાયક બનશે એ નિઃશંક છે. પરમબ્રહ્મમૂર્તિ સ્વ. પૂ.આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. અપ્રમાદમૂર્તિ સ્વ. પૂ.આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. જીવંતજ્ઞાનમૂતિ પ.પૂ.આ. ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. સરળતામૂર્તિ સ્વ. પૂ.આ. શ્રી વિજય ધર્મજિત સૂરીશ્વરજી મ.સા. શ્રીસૂરિમંત્રસાધનામૂર્તિ સ્વ. પૂ. આ. શ્રી વિજય જયશેખર સૂરીશ્વરજી મ.સા. આ સુવિહિતગુરુપરંપરાની અનરાધાર વરસતી કૃપા જ આ નિબંધના યશની ખરી હકદાર છે. ને બીજા નંબરે હકદાર છે સહવર્તી શિષ્યવૃંદનો દરેક કાર્યમાં મળતો ભક્તિપૂર્ણ સહકાર. આ. શ્રી વિજય અજિતશેખરસૂરીશ્વરજીએ આખો નિબંધ સાધંત વાંચ્યો છે. અને અનેકવિધ સૂચનો સહિત સુંદર પ્રસ્તાવનાથી અલંકૃત કર્યો છે. ધન્યવાદ. - અનેકવિધ પીડારૂપ સજા ભોગવ્યા પછી પણ નવી સજાઓ ઊભી કરવાના ખોટના ધંધામાંથી બહાર નીકળી શકાય. અને એક સજા ભોગવી. દસ સજા કેન્સલ કરીને ભવ્ય ઇનામના હકદાર બનવાનો લાભ મેળવી શકાય..ને આ બન્ને કરતાં બહુમૂલ્ય.. ક્ષમા - સમતા કેળવતાં કેળવતાં વીતરાગતા સાધી શકાય. એના સચોટ ઉપાયોને જાણવા- જીવવા માટે પ્રસ્તુત પ્રકાશનનો સહુ કોઈ ઉપયોગ કરો એવી કરુણાભીની પ્રેરણા સાથે ચૈત્ર સુદ - ૧ - આ. અભયશેખરસૂરિ વિ. સં. ૨૦૬૭ ભાયંદર torper Jain Education International For Persone Private Use Only Private Use Only www.jainelibrary.org www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 124