Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ માતંગસિદ્ધાયિકા પરિપૂજિતાય શ્રી વર્ધમાનસ્વામિને નમઃ શ્રી વિજય પ્રેમ - ભુવનભાનુ - જયઘોષ - ધર્મજિત - જયશેખરસૂરીશેભ્યો નમ: બે શબ્દ... સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે. શિષ્ય હાથમાં પાણીનું પાત્ર લઈને ગુરુભગવંતને વિનવી રહ્યો છે. પાણી વાપરી (પી) લ્યો...પણ ગુરુ ભગવંત કોઈ અર્થગંભીર ચિંતનના ઝડપભેર ચાલી રહેલા વિચારોને કલમ દ્વારા કાગળપર કંડારવામાં વ્યસ્ત છે. આ એક ચિંતન લખી લઉં.. નહીંતર મગજમાંથી ગાયબ થઈ જશે. એકવાર. બીજીવાર. ત્રીજીવાર..શિષ્ય વિનંતી કરતો રહ્યો.. પાણી પાત્રમાં જ રહી ગયું ને સૂર્યાસ્ત થઈ ગયો.. વળી આવું એકવાર નહીં. અનેકવાર જેમના જીવનમાં બન્યું તે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ આજથી લગભગ ૩૨૫ વર્ષ પૂર્વે થઈ ગયા. જેનધર્મગ્રન્થો તો ખરા જ. બૌદ્ધ - વેદાંત વગેરે ધર્મગ્રન્થોનો પણ સાંગોપાંગ અભ્યાસ કર્યો અને સેંકડો ગ્રન્થોની સ્વયં રચના કરી.. આખું જીવન શાસ્ત્રોની ઉપાસનામાં વિતાવ્યા બાદ જીવનની સંધ્યાટાણે તેઓશ્રીએ એક અદ્ભુતગ્રન્થની રચના કરીઃ નામ જ્ઞાનસાર.. આ ગ્રન્થના એક શ્લોકનો પૂર્વાધ છે : साम्यं बिभर्ति यः कर्मविपाकं हदि चिन्तयन्... અર્થ: હૃદયમાં જે કર્મના ઉદયને ચિંતવે છે તે સમતાને ધારણ કરે છે. વાતવાતમાં ચિંતા-ટેન્શન-ડીપ્રેશન વગેરેનો ભોગ બની રહેલા દંયુગીન માનવી માટે એક અકસીર ઇલાજ છેઃ કર્મના વિપાકનું ચિંતન.. આખી દુનિયાને ખુંદી વળવાથી કે કરોડો રૂપિયાનો ખર્ચી નાખવાથી પણ મનની શાંતિ - સ્વસ્થતાનો જે ઉપાય હાથ ન લાગે, એવો રામબાણ આ ઉપાય છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે માનવીએ બુદ્ધિની બોલબાલા વધારી દીધી.. શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહી વગોવી દીધી. તેથી અતીન્દ્રિય કર્મનો સ્વીકાર દુર્લભ થઈ ગયો. પરિણામ ? એક ગોડગિફ્ટ જેવી ચમત્કારિક દવાથી એ સેંકડો યોજન દૂર ફેંકાઈ ગયો.. વાંધો નહીં. કાંટો કાંટાને કાઢે. શ્રદ્ધાથી નહીં. બુદ્ધિથી - તર્કથી સાબિત થાય તો તો કર્મને સ્વીકારશે ને ! કર્મવિજ્ઞાન પાછળ સો એ સો ટકા લોજિક પણ છે જ. એ લોજિકને આજની ભાષામાં વ્યક્ત કરવાનો પ્રયાસ એટલે પ્રસ્તુત પુસ્તક “જેલર.” આ પુસ્તકમાં પીરસાયેલો તર્ક કેવો શ્રદ્ધાજનક છે ને સ્વંય કેવો તર્કતીત છે એ તો પુસ્તકનાં પાનાં જ કહેશે. મન શાંત રહેવું કે અશાંત થવું. આનો આધાર પરિસ્થિતિ ક્યારેય હોતી નથી. માત્ર ને માત્ર વિચારધારા એનો આધાર હોય છે. મનને ભારે અપસેટ કરી નાખતી પરિસ્થિતિમાં તસુભાર પણ ફેરફાર થયો હોવા છતાં યોગ્ય રીતે બદલી નાખેલી વિચારધારા Jain Education International For Personel Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 124