Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ શ્રી શાંતિનાથાય નમ: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: સિરસા વંદે મહાવીર ઍનમ: સિદ્ધમ્ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત - જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમ: ક્ષમાદેવીની પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા ચીંટુએ પીન્ટને પૂછ્યું - જે અપરાધ કરવા છતાં કબૂલે નહીં તે કોણ? પીટુ - શેતાન ફરી પૂછ્યું - જે પોતાનો ગુનો કબૂલી લે, તે કોણ ? પીન્ટ - શાણો ! ચીંટુએ છેવટે પૂછ્યું - જે પોતાની ભૂલ ન હોવા છતાં કબૂલી લઈ માફી માંગે, તે કોણ? પીટુ - પતિ ! દામ્પત્યજીવનમાં આ શાંતિસૂત્રને જે અપનાવે છે, તે પતિ કહેવાય છે. પણ મારે કહેવું છે કે દેખાતા - બનતા - ઘટતા પ્રસંગોમાં પોતે ગુનેગાર નહીં હોવા છતાં જે પોતાને (પૂર્વભવની અપેક્ષા આગળ કરીને) ગુનેગાર માને છે, તે જીવનમાં શાંતિ તો મેળવે જ છે, પણ એ માત્ર પતિ નથી રહેતો – બધાના હૃદયનો પતિ બને છે ને એનામાં એવી ક્ષમતા ઊભી થવાની શક્યતા રહે છે કે ભવિષ્યમાં એ જગત્પતિ બની જાય ! બીજાની અવળચંડાઈથી પોતાને સહેવું પડે ને છતાં બીજાને બદલે પોતાને ગુનેગાર જેવો એ, અનંતકાળથી આપણામાં ઉછળતી (૧) પોતાના સિવાય બીજા બધાના દોષ - અપરાધ – ગુના જોવાની વૃત્તિ અને (૨) એ નિમિત્તે વારંવાર તે - તે જીવોપર દ્વેષ કરવાની વૃત્તિ અને (૩) એમાં પણ મૂળ કારણ તરીકે ખદબદી રહેલી તીવ્રતમ અહંકારવૃત્તિ - આ ત્રણના કારણે ખૂબ અઘરું છે. પણ અઘરું છે – અશક્ય નથી. ક્રોધ અનંતકાળથી ઘર કરી ગયો હોવા છતાં એ સ્વભાવ નથી, વિભાવ છે. આપણા સ્વભાવ ઘરની વ્યક્તિ નથી, પરાયી છે. એણે ડેરા - તંબુ તાણ્યાને અનંતકાળ વીતી ગયો, પણ એ આત્મભૂમિનો માલિક નથી - ઘુષણખોર છે. એને આપણે ભગાવી શકીએ છીએ. તડીપાર કરવા સક્ષમ છીએ. નિર્મૂળ નાશ કરી શકીએ છીએ. ચાણક્ય નંદવંશનો નિર્મૂળ નાશ કરવા જે પ્રતિજ્ઞા કરી હતી, તેથી પણ દઢપ્રતિજ્ઞા આપણે કરીએ તો શું અશક્ય છે? ક્રોધ કજીયાખોર પત્ની છે. એના જ કારણે આપણે આપણી ક્ષમા નામની વહાલસોયી માતાથી દૂર થયા છીએ. આ ક્ષમા નામની માતાની ગોદમાં એવી હુંફ છે, એવી સંજીવની છે કે જે આપણને શાંતિ પ્રસન્નતા તો આપે જ છે, પણ એ આપણી આપત્તિને સંપત્તિ, આફતને જ્યાફત, માતમ મહોત્સવ, તકલીફને તક માટેની લિફ્ટ બનાવવા સક્ષમ છે. એ ક્ષમાદેવી – ક્ષમામાતા પાસે જવા શું કરવું ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 124