Book Title: Jailer Author(s): Abhayshekharsuri Publisher: Bhuvane Dharmjaykar Prakashan View full book textPage 5
________________ એનો જવાબ છે આ પુસ્તક - લર ! કર્મ જજ, હેરાન કરતી વ્યક્તિ જેલર ને આપણે અપરાધી. આ ત્રિકોણ - આ ત્રિપદીનો આધાર લઈ પૂજ્યપાદ અદ્ભુત તત્ત્વોન્મેષના સ્વામી ગુરુદેવશ્રીએ હેતુ-તર્ક-દાત્ત પૂર્વકએની સુંદર-સચોટ - સોંસરવી ઉતરી જાય એ રીતે એવી રજુઆત કરી છે કે આ પુસ્તક વાંચ્યા પછી આપણી બીજા પ્રત્યેની દષ્ટિ પ્રાયઃ બદલાયા વિના રહે નહીં. ‘વિના અપરાધ સજા નહીં, વિના સત્કાર્ય બક્ષિસ નહીં.' x, Y,zને દુષ્ટ માનો. તો જેટલી વાર માનો એટલી વાર દંડ.. ને મારા કર્મો જ દુષ્ટ છે એ માનો તો જેટલી વાર એ માનો એટલી વાર ભવ્ય ઈનામ !' અન્યો તરફથી થતા ત્રાસને સમતાપૂર્વક સહી લેવો એ આત્મહિતનો શોર્ટકટ ‘તારા ક્રોધને કર્મસત્તા ચલાવી લેશે નહીં.' વગેરે સચોટ વાક્યો – જે હૃદયની તકતી પર સતત કોતરી રાખવા જેવા છે, ઘરઓફિસ વગેરેમાં બોર્ડ બનાવી મૂકવા જેવા છે, એવા વાક્યોથી છલકતા આ પુસ્તકમાં કર્મ કેમ જજ ? વગેરે વાતો, ચારિત્ર્ય ગુમાવ્યું તેણે સઘળું ગુમાવ્યું કેમ ? કુદરતનો ગેમ શો, પેટ્રોલ - પાણી - ચિનગારી વગેરે ઢગલાબંધ વાતો હેતુ - તર્ક અને ઢગલાબંધ દૃષ્ટાંતો સાથે એટલી સરસ રીતે સમજાવી છે કે હૃદયની જગ્યાએ પથ્થર હોય, તો જ પ્રવેશ નહીં પામે. - પૂજ્યશ્રીએ પ્રસિદ્ધ - અપ્રસિદ્ધ ઢગલાબંધ દૃષ્ટાંતો માત્ર લીધા નથી, પણ પ્રસ્તુત મુદાને કેવી રીતે સ્પષ્ટ કરે છે એ માટે વિશદ છણાવટ પણ કરી છે, પછી એ અગ્નિશર્માનું દૃષ્ટાંત હોય કે નાગકેતુનું ! પૂજ્યશ્રીની પ્રજ્ઞા જિનાજ્ઞાના એંદપર્યાર્થગામી છે, પ્રતિભા તત્ત્વોન્મેષના નવા - નવા ક્ષિતિજને સ્પર્શી રહી છેને કરુણા સતત વહેતી ગંગા છે.. તત્ત્વચિંતન એમનો શોખ કે વ્યવસાય નથી – સહજસિદ્ધ સ્વભાવ છે ! હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું. ઘણાના હૃદયગત ક્રોધને ચલિત કરનારું બન્યું, એમાં આ પુસ્તક. એટલે મને લાગે છે કે હવે તો ઘણાઘણાના હૃદયમંદિરમાં પ્રવેશી ગયેલા - પ્રતિષ્ઠિત થઈ ગયેલા ક્રોધને રવાના થયે જ છૂટકો... હવે ક્રોધના ઉત્થાપનના પ્રસંગો ઘરે ઘરે હૃદયે હૃદયે ઉજવાશે ! ક્ષમા દેવીની પ્રતિષ્ઠાના પ્રસંગની આમંત્રણ પત્રિકા આંખે – આંખે વાંચવા મળશે ! પૂજ્યશ્રીના આવા મહાન ઉપકારને સત્કારવાનો. એમના ઉપકારને હૃદયથી સ્વીકારવાનો એક જ ઉપાય છે. સતત વાંચન - તરત ચિંતન - શીઘ અમલ ! બીજાને પ્રભાવના ! મહાસુદ - ૧૫, સંવત ૨૦૬૭ - અજિતશેખરવિજય Jain Education International For Personal Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 124