________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું હદરાગતપણું એટલે શું ?
તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતોનું આત્મસાત્ થવું તે તેનું હૃદયગતપણું છે.
ભાવાભાસન અને સંવેદનપૂર્વક જે સિદ્ધાંત આત્મસાત્ થાય તેને હૃદયગતપણું કહે છે, હૃદયગતપણાંના કારણે જે તે સિદ્ધાંત હૃદયમાં બરાબર બેસે છે અને તે અનુસારનું આચરણ આવે છે,
-
સામાન્ય રીતે સાંસારિક પ્રાણીઓને હું મનુષ્ય છું, હું પામર છું, હું પરતંત્ર છું, હું અપૂર્ણ છું, હું અલ્પજ્ઞ છું જેવી બાબતો એકદમ આત્મસાત્ હોય છે. પરપદાર્થનું કર્તૃત્વ, સંસારમાં સુખબુદ્ધિ, પર્યાય દૃષ્ટિ જેવી બાબતો પણ અનાદિથી રૂઢ હોય છે. પણ તેનાથી વિરુદ્ધ હું આત્મા છું, હું પરમાત્મા છું, હું સ્વતંત્ર છું, હું પરિપૂર્ણ છું, હું સર્વજ્ઞ છું જેવી બાબતો બિલકુલ આત્મસાત્ હોતી નથી. પરપદાર્થનું અકર્તૃત્વ, મોક્ષ અને મોક્ષમાર્ગમાં સુખબુદ્ધિ, દ્રવ્યદૃષ્ટિ જેવી બાબતો જરાય જયતી નથી. ગુરુદેવ પોકારી પોકારીને પોતાને પરમાત્મા કહે પણ પોતે પોતાની જાતને પામર માનવાનું જ ચાલુ રાખે છે, પોતાનું આચરણ પણ પામરપણાનું જ હોય છે. તે જ બતાવે છે કે પોતાને પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થયો નથી. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત થાય તો તે પ્રકારની દઢ શ્રદ્ધા કે પ્રતીતિ હોવી જોઈએ. પોતાને
પોતાનાં નામ તરીકેની પોતાની પ્રીતિ છે પણ
પરમાત્માપણાની નથી. કોઈ પોતાનું નામ લઈને બોલાવશે તો પોતે ઊંઘમાંથી પણ ઊભો થઈ જશે,
પણ કોઈ પોતાને પરમાત્મા કહીને બોલાવશે તો પોતે ભગવાનની પ્રતિમા તરફ નજર નાખશે. પણ પોતાને તે પ્રકારે માનશે નહિ. તેનું કારણ પોતાને અંદરથી પરમાત્માપણાનો સિદ્ધાંત હૃદયગત નથી. જે સિદ્ધાંત હૃદયગત હોય તેનું તે પ્રકારે વેદન, લાગણી કે અનુભવન પણ અવશ્ય હોય છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોનો ભોગવટો ઝેરનો ઘડો છે તે એક સત્ય સિદ્ધાંત છે. પણ અજ્ઞાનીને તેનું વેદન કે અનુભવન ઝેર જેવું જણાતું નથી. તે તેને અમૃત માનીને જ તેની પાછળ દોડે છે તે એમ બતાવે છે કૈકે તે સિદ્ધાંત તેને હૃદયગત ની. તેમ “ પરમાત્મા છું. એ એક સત્ય સિદ્ધાંત છે. પણ અજ્ઞાનીને પોતાનું વેદન કે અનુભવન પરમાત્મા જેવું જણાતું નથી. તે પોતાને પામર માનીને જ પરની પાછળ દોડે છે
તે
એમ બતાવે છે કે તે સિદ્ધાંત તેને હૃદયગત નથી. તેથી જે સિદ્ધાંતની વેદનપૂર્વકની પ્રતીતિ હોય તેને જ તે સિદ્ધાંતનું હૃદયગતપણું કહે છે,
‘હું પરમાત્મા છું સિદ્ધાંત હૃદયગત કરવાની આવશ્યક્તા
આ સંસારનું એકચક્રી શાસન કરનાર મોહ છે. અનાદિનાં મોહને ટાળવાનો એક માત્ર ઉપાય તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતોને હૃદયગત કરવામાં છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત થયા વિના મોહ બિલકુલ મચક આપતો નથી અને મોહ મટ્યા વિના મોક્ષ કે મોક્ષનો માર્ગ મળતો નથી. પારમાર્થિક પંથમાં પ્રવેશ મેળવવા માટે મોહને મટાડવો જરૂરી છે. શાસ્ત્ર સ્વાધ્યાયથી થતા જ્ઞાનનો ક્ષયાપશમથી મોહની મંદતા કે ટળવું નથી. પરંતુ તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતો હ્રદયગત થાય તે