Book Title: Hriday Pradip Shat Trinshika Author(s): Mrigendravijay, Nileshwari Kothari Publisher: Jain Yog Foundation View full book textPage 9
________________ (સંવેદનનું નિવેદનો - પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજય મહારાજ (ન્યાયતીર્થ) આ ગ્રંથના ૩૬ શ્લોકો એટલે અજ્ઞાનનો અંધકાર ઉલેચીને હૃદય, મન, બુધ્ધિ અને આત્મામાં પ્રજ્ઞાનો પ્રકાશ પાથરનાર ૩૬ દીવડાં - ભાવદીપકો. આ અર્થમાં “હૃદય-પ્રદીપ” નામને સાર્થક કરતી કૃતિ એટલે જ “હૃદય-પ્રદીપ ષત્રિંશિકા” કિંવા - The Light of the soul. જૈન સાહિત્યમાં દ્રવ્યાનુયોગનું નિરૂપણ કરનારા પ્રશમરતિ, શાંત સુધારસ, જ્ઞાનસાર, જ્ઞાનાર્ણવ, અધ્યાત્મસાર, અધ્યાત્મ કલ્પદ્રુમ, પંચસૂત્ર વગેરે અનેક ગ્રંથો આજે ઉપલબ્ધ છે. તેમાં પ્રસ્તુત હૃદય-પ્રદીપ સ્વિંશિકા નામની આ લઘુ રચના ખરેખર મુમુક્ષુ સાધકો, આરાધકો માટે હૃદયંગમ અને અનુપ્રેક્ષા માટે ઉપયોગી છે. આ સંસ્કૃત લઘુ રચના અજ્ઞાતકક છે. તેમજ કોઈ પણ ગચ્છ કે સંપ્રદાયની છાપથી તદ્દન મુક્ત છે. આ ગ્રંથના રચયિતાએ પોતાના નામની મહોરછાપ મારી નથી કે સ્વાનુભવને મુદ્રિત (seal) કર્યું નથી. શ્લોકોની રચના જોતાં સ્પષ્ટ જણાય છે કે – હૃદય - અંતરના ઊંડાણમાંથી આવેલાં એમના ઉદ્ગારો આજે પણ એટલાજ સત્ય, શાશ્વત, અને અસરકારક છે. તેથી તેની ઉપર કોઈ એકનો જ દાવો, અધિકાર, Rights કેમ હોઈ શકે? નિસર્ગમાં દરેક જીવસૃષ્ટિને જીજીવિષા રહે છે તેમ અહિં પણ આંતરજીવન માટે શાંતરસ, માનસિક-પ્રસન્નતા, દુઃખમુક્તિ અને મોક્ષપુરૂષાર્થ પ્રત્યેક મુમુક્ષુ સાધકો માટે ઉપાદેય છે. હવે આપણે આ ગ્રંથ વિશે વિશેષ માહિતી જોઇશું. ઉપલબ્ધ સામગ્રી આ પ્રમાણે છે. “હૃદય પ્રદીપ સપ્તતિકા” નામની ૭૦ શ્લોક પ્રમાણ એક રચના પણ મળે છે. આની હસ્તલિખિત પ્રતિ શ્રી હંસ વિજય લાયબ્રેરી, વડોદરાના જ્ઞાન ભંડારમાં છે એવું જાણવા મળ્યું છે. તે શ્લોકો જતાં ૩૬ શ્લોકોની આPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 124