Book Title: Guru Shishya Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ પરમ ગુરુ કોને કહેવાય ? - ડૉ. નીરુબહેન અમીન એક દિવસ દાદાશ્રી નીરુને કહે છે, “નીરુબહેન, તમે એક શિષ્ય રાખો ને !' નીરૂએ કહ્યું, ‘દાદા, આપ આજે આવું કેમ કહો છો ? આપ તો કાયમ અમને બધાને કહેતા આવ્યા છો કે હું આખા જગતના જીવ માત્રનો શિષ્ય થયો ત્યારે મને આ જ્ઞાન પ્રગટ થયું છે ! તો આજે મને આપ ગુરુ થવાનું કેમ કહો છો ?” ત્યારે દાદાશ્રીએ હસતાં હસતાં કહ્યું, ‘પણ એક શિષ્ય રાખો ને ! એક શિષ્ય રાખવામાં તમને શું વાંધો છે ?” ત્યારે નીરુએ કહ્યું, ‘ના દાદા, મને જ આપના ચરણોમાં, સેવામાં રહેવા દો ને ! આ શિષ્યને ક્યાં હું વીંઢાળું ? મને એ પોષાય એમ જ નથી.” ત્યારે દાદાશ્રી બોલ્યા, ‘પણ મારી વાત તો સમજો !' ‘દાદા, આમાં શું સમજવાનું ? ગુરુ તો મારાથી થવાતું હશે ?” ત્યારે ફરીથી દાદાશ્રી બોલ્યા, ‘પણ હું શું કહેવા માંગું છું તે તો સમજો ! એમ કરો ને, આ નીરુબહેનને જ તમારા શિષ્ય બનાવી દો ને !' ઓહોહો ! દાદા ! તમે તો કમાલ કરી દીધી ! ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ'નો યથાર્થ ફોડ અનુભવ્યો ! “હું” ગુરુ પદમાં અને નીરુ શિષ્ય ! પછી દાદાશ્રીએ વિશેષ ફોડ પાડ્યો, “જુઓ નીરુબહેન, એક ગુરુ એના શિષ્યનું કેટલું બધું ધ્યાન રાખે. કેમ કરીને મારો શિષ્ય આગળ આવે એનું સતત ધ્યાન રાખે. એમ તમારે હવે આ નીરુબહેનનું ધ્યાન રાખવાનું. તમે તો ‘શુદ્ધાત્મા” થઈ ગયા, પણ હવે આ નીરુબહેનને ઊંચા નહીં લાવવાના ?!” એ દિનથી દાદાશ્રીએ મારો અને નીરુનો ગુરુશિષ્યનો વ્યવહાર ચાલુ કરાવી દીધો ! ત્યારે જ્ઞાનીની ગહનતાનો યથાર્થ ખ્યાલ આવ્યો કે જ્ઞાનીની દ્રષ્ટિ ગુરુશિષ્ય માટેની કઈ હદે હોય છે ! ક્યાં લૌકિક ગુરુ કરવાની વાત ને ક્યાં પોતાનાં જ આત્માને ગુરુપદે સ્થાપવાની વાત ! અને ખરા ગુરુ અરે એને જ પરમ ગુરુ કહેવાય ! બીજા બધા બહારના ગુરુ તો કલાક બે કલાક ઉપદેશ આપીને જતા રહે. એ એમના ઘેર ને આપણે આપણા ઘેર ! પછી આપણે કંઈ એમને ગાંઠીએ એવા છીએ ?! એમણે કહ્યા પ્રમાણે ચાલીએ એવા છીએ ?! આ તો પોતાનો જ પ્રગટ થયેલો આત્મા પોતાનો પરમ ગુરુ ! જે ચોવીસે ય કલાક હાજ૨. ને હાજર એ જરાય મોક્ષમાર્ગથી આડાઅવળા ચસકવા ના દે એટલો તો એમનો જાપ્તો હોય ! આવા પરમ ગુરુ સ્થપાય તો જ મોક્ષ થાય, ત્યાં સુધી ફાંફાં તો મારવા જ રહ્યા ! ગુરુશિષ્યની ચરમ ભેદરેખા તે આને કહેવાય !!! ત્રિમંત્રPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 77