________________
'
.
ગુરુ નાનકની કૃતિઓમાં ‘ જપુજી ' પછીનુ બીજુ સ્થ!ન ‘આસાન્દીવાર 'નું છે. ગુરુ નાનકના જમાનામાં, ભાટ-ચારણાએ રચેલાં, અને રણસંગ્રામમાં ઝૂઝતાં ઝૂઝતાં વીરગતિ પામેલા શૂરવીરાનાં પરાક્રમ વર્ણવતાં વીર-કાવ્યા બહુ પ્રચલિત હતાં. તે કાવ્યો વાર ' કહેવાતાં. લાક-ગીતાની એ પર પરાગત શૈલી હતી. ગુરુ નાનકે એ શૈલીના ઉપયાગ, લેને આધ્યાત્મિક ક્ષેત્રે પણ પરાક્રમ કરવા તૈયાર કરવા માટે કર્યાં. પંજાબમાં દેશની બધી મુખ્ય લડાઈ લડાઈ હાઈ, ત્યાંના લોકોને સુપરિચિત એવી શરવીરતાની ભાવનાને આધ્યાત્મિક ક્ષેત્રે વાળવાનું ગુરુ નાનક અને તેમના અનુગામીને સહેજે મન થાય, એ સ્વાભાવિક છે.
.
ગુરુ નાનકે ત્રણ ‘વાર ' લખી છે : ‘ માઝદી-વાર ' (માઝ રાગની વાર),
"
· આસાદી-વાર ' (આસા રાગની વાર) અને ‘ મલાર-દી-વાર ' (મલાર રાગની વાર). એ ત્રણે વારા આદિ ગ્રંથ (ગ્રંથ-સાહેબ)માં સંધરાયેલી છે. ગુરુ નાનકના અનુગામીઓએ પણ · વાર ' લખવાનું ચાલુ રાખ્યુ હતું. આમ આદિ ગ્રંથમાં કુલ ૨૨ વાર ' સ’ધરાયેલી છે.
6
,
ગુરુ નાનકે લખેલી ૩ વારામાં ‘આસાદી-વાર ’સૌથી વધુ અગત્યની છે. તેમાં ૨૪ પૌડી (પગથિયાં) છે. કન વેળાએ દરેક પૌડીની શરૂઆતમાં બે કે વધુ શ્લોકા કે પટ્ટા ઉમેરવામાં આવે છે. એ લેાકા-પટ્ટા અને મૂળ પૌડી મળીને કુલ ૮૩ પદે થાય છે. ‘ આસાદી-વાર ’ની શરૂઆતસ્રાં ગાવાની બાબતમાં જે સુચના છે, તેમાં જણાવ્યું છે કે, ‘ ટુંડ અસરાજ ’ની ધૂન પ્રમાણે આ વાર ગાવી ‘ટુંડ અસરાજ' એ પૂરણ ભગતની કથા જેવી કથાના રાસડા છે. તેમાં પવિત્રતા અને શિયળને લગતા જે આદર્શ રજૂ કરાય છે, તથા દુષ્ટતાનાં બળા સામે ઝૂઝવાની જે કથા વણુ વાય છે, તે ગાનારને તેમજ સાંભળનારને પાના ચડાવે એવાં છે. · આસા-દી-વાર 'ની પૌડીઓ પણ એ જ કથાની ધૂનમાં ગાવાની હાઈ, આધ્યાત્મિક ચઢાણુ અને મહત્તા પ્રાપ્ત કરવા માટે જે યુદ્ધ ખેલવુ પડે છે, તેના પાના લેાકેાને ચડાવે છે!
• આસા-દી-વાર 'માં પૌડીએ સાથે ગવાતાં થયેલાં શ્લેાકા અને પદા તા ચેાપાઈ, દેહરા અને સવૈયા જેવા પર ંપરાગત ઢાળમાં છે, તથા તેઓમાં તત્કાલીન જમાનાની ધાર્મિક તથા સામાજિક બાબતો અંગે ટીકા પણ છે. ત્યારે પૌડી તા પરમાત્મા, ગુરુ અને સાચી આધ્યાત્મિક સાધના ઉપર જ ભાર મુકે છે. તેથી આ આવૃત્તિમાં મૂળ પૌડી જેટલા જ ભાગ ‘આસાદી-વાર ' તરીકે લીધે છે.
(૨)
આ પુસ્તકમાં લેવામાં આવેલી ગુરુ નાનકની ત્રીજી કૃતિ તે ‘ સિધ-ગેાસટિ’ અર્થાત્ ‘સિદ્ધો સાથે વાર્તાલાપ ' છે.
"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org