Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 7
________________ શૃંગારનાં સાધનેની જે જાહેરખબર દૂરદર્શન ઉપર નાટક-ફિલમો દ્વારા રાતદિવસ દેશને ખૂણે ખૂણે, અરે પર્વતની ટોચે ટોચે પહોંચાડે છે તેની બલિહારી તરફ નજર કરીએ, તે સહેજે સમજાઈ જશે કે, નેહરુ-યુગમાં ઈશ્વરનું નામ કે ઠામ તમને શોધ્યું જડે તેમ નથી. અત્યારે સ્થૂલ પદાર્થોના ઈક્રિય-ગમ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા જે કાંઈ ભોગેશ્વર્ય હાંસલ થઈ શકે તેમ છે, તેની જ વાત સૌને ચોગરદમ સાંભળવા મળ્યા કરે છે. * ગુજરાત વિદ્યાપીઠની શાળાકીય (પ્રથમ સાત ધોરણ માટેની) વાચનમાળા અને આઠથી દશ ધોરણો માટેની “વિનય વાચનમાળા'નું સંપાદન-કાર્ય શ્રી. મગનભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઊપડ્યું હતું, ત્યારે સરદારશ્રી વલ્લભભાઈ પટેલે ખાસ કહેવરાવ્યું હતું કે, વાચનમાળાના પાઠમાં ભગવાનને ભૂલશો નહિ, તથા કવિતાઓમાં ભજનેને ભૂલશો નહિ; કારણ કે, હવેના દિવસોમાં બાળકને મોટા થયા પછી ભગવાનનું નામ ઘરમાં કે બહાર ક્યાંય સાંભળવા મળવાનું નથી ! સરદારશ્રી નવા યુગને કેવા પામી ગયા હતા ! તે જોઈ ગયા હતા કે, બિનસાંપ્રદાયિક (સેકયૂલર) રાજ્યતંત્રની વાતો કરનારા ખરેખર તે બિન-ધાર્મિક અર્થાત અધાર્મિક નાસ્તિક જ છે. બિલકુલ જાણે ચાર્વાક્ય અવતાર ! - ખેર, સરદાર તે ગયા, અને “રામનામની ધૂન આખા દેશમાં ગાજતી કરનાર ગાંધીજી તે સરદારની પહેલાં ગયા ! હવે તે “વિજ્ઞાન', આધુનિકતા', ટેકનોલોજી” અને “ યુટર” નાં ગાણાં શરૂ થયાં છે ઉપરાંત દૂરદર્શન અને આકાશવાણ બીજા ઐશ્વર્યનાં જે ગાણું રાત-દિવસ (અને હવે તે મફત) સંભળાવ્યા કરે છે, તે જુદાં ! આ સ્થિતિમાં, ઈશ્વર અને તેને પામવા માટે તેનું નામ-સ્મરણ એ જ માનવ જન્મનું એકમાત્ર લક્ષ હોવું ઘટે, એવું ઠોકી ઠોકીને કહેનારા શીખ ગુરુઓની વાણી તરફ ધ્યાન ગયા વિના રહેતું નથી. તે ગુરુઓએ નિષ્કર્મ વાંછનારા સંન્યાસ-માગને પડતો મૂકી, તથા મૂર્તિપૂજા અને તેની આસપાસ ઊભા થયેલા અને પૈસાદારને પાલવે તેવા છપ્પન ભોગના ખટાટોપને અવગણ, સીધા સાદા ધર્મપરાયણ - કર્તવ્ય-પરાયણ ગૃહસ્થ જીવનને જ કેન્દ્રમાં રાખીને નામ-સ્મરણને સુંદર સાધના માર્ગ પ્રવર્તિત કર્યો. જુદા જુદા યોગમાર્ગોએ ઊભું કરેલ સિદ્ધિચમત્કારનું જાળું પણ તેથી તૂટી ગયું. ૧. અણુ ભલે ગમે તેટલે સૂક્ષ્મ હોય, તે પણ ચેતનાની દષ્ટિએ તે સ્કૂલ પદાર્થ જ કહેવાય. - ૨. આ વર્ષથી રેડિયો અને ટેલિવિઝન સાધનોની લાયસન્સ રદ કરાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 208