Book Title: Guru Nanakna Tran Bhakti Pado Author(s): Gopaldas Jivabhai Patel Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust View full book textPage 8
________________ શીખ ગુરુઓ દશ ગણાવાય છે; પરંતુ તેમાંથી ૧-૨-૩-૪-પ-૮ એ છ ગુરુએની વાણી જ “ગ્રંથ-સાહેબ'માં છે, અને તે ઉપરાંત ઈશ્વરના નામ-સ્મરણને જ આગળ કરનારા તે જમાનાના કબીર, નામદેવ, રવિદાસ, શેખ ફરીદ વગેરે હિંદુ-મુસલમાન સંતોની વાણી પણ. આમ, “ગ્રંથ-સાહેબ” એક રીતે સંતનું જાણે સંમેલન છે ! ઈશ્વરમાં જ લવલીન રહેનારા, તથા આચાર્ય-મહંત-પદની ખેવના વિનાના એ સંતોની વાણું જાણે ૬૮ તીર્થોમાં સ્નાન કરવા કરતાંય વધુ પાવનકારી છે. તેને જેટલે પરિચય સાધીએ તેટલો ઓછો ! - “ગ્રંથ-સાહેબ” તે સૂક્તોને-પદોને-ભજન-કીતનો મહાસાગર છે. તમાંથી પ્રથમ ગુરુ નાનકની “જપુજી', “આસાદીવાર', અને “સિધ-ગોસટિ એ ત્રણ કૃતિઓ, ત્રીજા ગુરુ અમરદાસની મનને મુગ્ધ કરનારી કૃતિ “અનંદુ', અને પાંચમા ગુરુ અર્જુનદેવની સુખના મણિરૂપ કૃતિ “સુખમની – એ પાંચ કૃતિઓને મૂળ, અનુવાદ, વિવરણ, ટિપ્પણ તથા ખાસા મોટા ઉપધાત વગેરેથી સુસજજ કરીને “આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ” દ્વારા “પંજjથી” નામે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આજના મોંઘવારીના જમાનામાં એ પુસ્તક ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમત આપવાનું તો કલ્પનામાં પણ લાવી શકાય તેમ નથી. પરંતુ પ્રથમ ગુરુ નાનકદેવની ત્રણ કૃતિઓ મૂળ, અનુવાદ, વિવરણ, ટિપ્પણ તથા ઉપોદ્ધાત (પણ પ્રથમ ગુરુ સુધીના ભાગ) સાથે બહાર પાડીએ, તે કિમત ઓછી થઈ જાય, અને છતાં સામાન્ય ઉપઘાતમાંથી શીખ ગુરુઓના જીવન-કાયને સમજાવવા પૂરતો ભાગ ' પણ આવી જાય. એવા વિચારથી પ્રથમ ગુરુની જ ત્રણ કૃતિઓવાળે આ ગ્રંથ t" ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ-પદ) – નામે પ્રસિદ્ધ કરવામાં આવે છે. જો કે આ પુસ્તકના દરેક બેકી પાનાને મથાળે “પંજથી” એવું નામ , મૂકેલું છે; પરંતુ આ પુસ્તકમાં તે ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણ કૃતિઓ જ છે, અને તે પણ માત્ર પ્રથમ ગુરુની. પણ એ ત્રણ કૃતિઓમાં થઈને દશેય શખગુરુઓનું મુખ્ય મંતવ્ય અને ઉપદેશ આવી જાય છે. કદાચ બીજી કૃતિઓ કરતાં પણ વિશેષ ! તે ત્રણમાંથી “જપુછ” વિષે તે ઉપોદ્ધાતમાં જ સવિસ્તર રજૂઆત કરેલી હોઈ, અહીં બાકીની બે કૃતિઓ “આસા-દી-વાર” અને “સિધ-ગોસટિ” વિષે કંઈક પરિચય કરાવવો જરૂરી છે. ૧. દશમા ગુરના બે પુત્રોને જીવતા ભીંતમાં ચણી લઈ, શીખ ગુરુપરંપરાને અંત લાવવામાં આવ્યા હતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 208