Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 6
________________ પ્રકાશકનુ નિવેદન ઃ ગુરુ નાનકે એક પદમાં ગાયું છે ગુ દિ નામ પુર્ણમુખ્ય ગુરમુલિ પાના ના । અર્થાત્ આ કળિયુગમાં ભગવાનનું નામ સાંભળવા મળવું અતિ દુર્લભ છે. અલબત્ત, પોપટને માઢે કે ગ્રામેાફાન રેકર્ડમાં તમને ભગવાનનું નામ સાંભળવા મળે ખરું; તેમજ ગલીએ ગલીએ ગાજતી ભજન-મ`ડળીઓમાં અને લાખાની સંખ્યાને સુણાવાતી કથાઓમાં પણ! પરંતુ ગુરુ નાનકને એ બધી પાપટ-વાણી સહેજે મંજૂર નથી. તેથી તે જલદી જલદી સાથે જ કહી દે છે કે, પૂરા સદ્ગુરુ પાસેથી જ તે નામ મળે ! ' પરંતુ પૂરા સદ્ગુરુ તા આ કળિયુગમાં તેથી પણ વધુ દુલભ છે! પૂરા સદ્ગુરુ એટલે જેમના દર્શનમાત્રથી આપણાં મનના મેલ ધોવાઈ જઈ, તેમણે આપેલું ભગવાનનું નામ આપણા મનમાં ચોટી જાય ! જેમ આપણી હથેળીમાં મૂકેલી વસ્તુ વિષે જેટલી ખાતરી આપણને હાય, તેવી કે તેથી પણ વધુ ખાતરી સાક્ષાત્ ઈશ્વરને પામેલા સતગુરુ આપણને ઈશ્વર વિષે કે તેમના ‘ હુકમ ' વિષે કરાવી શકે. પૂરા સદ્ગુરુ પાસેથી ઈશ્વરનું નામ પામ્યા પછી આપણું મન ઈંદ્રિયાદિના ભાગશ્ચય તરફથી પાછુ ફરી, એકમાત્ર સત્ય એવા પરમાત્મામાં જ લીન થઈ જાય. ઈશ્વર વિષે, તેમના નામ-સ્મરણમાં લવલીન થવાના આપણા કર્તવ્ય વિષે, તથા બાહ્ય સ્થૂલ જગતના ઈંદ્રિય-ભાગમાંથી પાછા ફેરવા વિષે આપણને ખાતરી'પૂર્ણાંક સંભળાવનાર કે ચેતવનાર સદ્ગુરુ તે આપણાં પુણ્ય – ક – સત્કમ – ધર્મચરણના પ્રતાપે આપણને મળે ત્યારે ખરા. પણ તેમણે ગાયેલી ‘ સાચી ' વાણી તે આપણને ઉપલબ્ધ છે જ; અને શ્રદ્ધાનમ્ર થઈને આપણે તેને અંતરમાં ઉતારવા લાગીએ, તેા આપણા બધાતા જતા શુભ કર્માંના બળે આપણે પૂરા ગુરુને પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય કાઈ ને કાઈ જન્મમાં અવશ્ય પામીએ. પરંતુ આજકાલનુ યુગ-ખળ એવું છે કે, આપણે એવા સંત-પુરુષોની વાણીના પરિચયમાં પણ ભાગ્યે જ આવી શકીએ ! દૂરદર્શન, આકાશવાણી વગેરે નેહરુ-યુગનાં માધ્યમા દ્વારા કે દેશી-પરદેશી સાહિત્ય-રચના દ્વારા અંગ્રેજી ભાષાની બલિહારી, અંગ્રેજી નાચ-ગાનની બલિહારી, માદક પીણાંની અલિહારી, શૃંગાર-સાધનાની બલિહારી, અરે ગમે તેવી ખાંટુ ભારતીય સ્ત્રી તમે અમુક મિલનું સુટિંગ-શટિંગ પહેા તેટલા માત્રે જ તમારા ઉપર લટ્ટુ ખની જાય તેવી જાહેરખખરાની બલિહારી, તથા પરદેશી કંપનીએ પેાતાનાં ભાગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 208