Book Title: Englandno Itihas Author(s): Mahashankar Popatbhai Acharya Publisher: Gujarat Oriental Book Depo View full book textPage 7
________________ વિષયમાં ક્રમે ક્રમે કરેલી પ્રગતિ, અને તેથી “નિયમિત રાજાસત્તાક રાજ્યતંત્ર”પાર્લમેન્ટનું અસ્તિત્વ અને તેની સત્તાની વૃદ્ધિ, લોકજીવન અને લેકશાસન, દેશના કારભારની આંતરનીતિ અને દેશાવર સાથેની પરરાજ્યનીતિ, રાજદ્વારી પુરુષો અને વીર નરોનાં જીવનચરિત્ર અને તેમની રાજ્યનીતિ તથા બૃહરચનાનાં ધ્યેય, સંસ્થાની સ્થાપના અને સામ્રાજ્યના વિકાસ અર્થે યોજાએલા પ્રયાસો, વ્યાપારવૃદ્ધિ અને વ્યાપારનાં ક્ષેત્રો, ઔદ્યોગિક પ્રવૃત્તિ, વ્યાપાર-વ્યવહારના માર્ગોનું સ્વામિત્વ, યુરોપનાં અન્ય રાષ્ટ્રોમાં ઉપસ્થિત થએલા પ્રસંગમાં ઇંગ્લેન્ડનો હિસે, સામ્રાજ્યનું હિત જાળવવાના પ્રયત્ન, સામ્રાજ્યની પ્રજાઓને લેકશાસનને માર્ગે લઈ જવાના અખતરા, આદિ અનેકવિધ પ્રસંગોનો ઉલ્લેખ સુસ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે. એથી કરીને આખોએ વિષય રસિક થઈ પડ્યા વગર રહેશે નહિ. રાજ્યબંધારણનો ભાગ નવેસરથી લખીને રજુ કરવામાં આવ્યો છે. ૧૭ નકશા, ૪૮ ચિત્રો, તવારીખ, સીમાસ્તંભે, સમયરેખા, ૧૪ જીવનચરિત્રે, નમુનારૂપ ૧૫૬ પ્રશ્નો, આદિથી ગ્રંથને આકર્ષક અને માર્ગદર્શક કરવામાં આવ્યું છે. આ ગ્રંથ પ્રકટ કરવાના કાર્યમાં રા. દલસુખરામ ચુનીલાલ ત્રિવેદીએ પરિશ્રમ ઉઠાવી જે સલાહ, સૂચના અને સહાય આપી છે, તે માટે તેમને આભાર માનવામાં આવે છે. - આશા છે કે પ્રસ્તુત ગ્રંથ અસલ ગ્રંથ કરતાં આજના વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી થઈ પડશે. તારીખ ૩-૩-૩૮ અમદાવાદ એ. ડી. શાહ અમદાવાદPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 530