Book Title: Englandno Itihas Author(s): Mahashankar Popatbhai Acharya Publisher: Gujarat Oriental Book Depo View full book textPage 6
________________ ચતુર્થ આવૃત્તિની પ્રસ્તાવના આ ગ્રંથની ચતુર્થ આવૃત્તિ પ્રકટ થાય છે, એજ તેની લોકપ્રિયતા સૂચવે છે. પરંતુ તેના લેખક રા. રા. મહાશંકર પિપટભાઈ આચાર્યનું અવસાન થએલું હોવાથી આ પુસ્તકમાં સુધારે વધારે કરવાનું સદ્દભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એમાં વિદ્વાન ગ્રંથકર્તાની નૈસર્ગિક પેજના બની શકે તેટલી કાયમ રાખીને માત્ર આધુનિક જરૂરિઆને સમાવેશ કરેલ છે. આ પુસ્તકમાં જે કઈ સુધારવધારો કર્યો છે, તે ખાસ કરીને મુંબઈ યુનિવર્સિટિએ સૂચવેલા નવીન અભ્યાસક્રમને અનુલક્ષીને કરેલ છે. અગર જે મેટ્રિક્યુલેશનના વિદ્યાર્થીઓ માટે નવીન અભ્યાસક્રમમાં ટુઅર્ટ સમય અને હેનેવર સમયને સંપૂર્ણ અભ્યાસ કરવાનું નક્કી કરેલું છે એ ખરું, તેમ છતાં તેમના અભ્યાસમાં યોગ્ય સંકલન જાળવવાની જરૂરિઆત પણ તેટલી જ અનિવાર્ય છે. એથી કરીને પ્રાચીન સમય અને ટયુડર સમયને રૂપરેખાત્મક અભ્યાસ આવશ્યક છે; તેટલા માટે તે સંબંધી યોગ્ય ઉલ્લેખ કરીને અભ્યાસના અનુસંધાનની જોગવાઈ કરી આપવામાં આવી છે. તે ઉપરાંત કે વિદ્યાર્થીઓ માટે વિકટેરિઅન યુગ” સુધીના અભ્યાસની મર્યાદા આંકવામાં આવી છે, પણ તે અભ્યાસની ખરી ખુબીને તાદશ ચિતાર આણવા માટે વર્તમાન ઇતિહાસ તરફ દષ્ટિપાત કરવાની જરૂર પણ લેશમાત્ર ઓછી થતી નથી; અને તેથી જ ઈંગ્લેન્ડનું આજદિન સુધીનું રાજકારણ અને વર્તમાન જગતના સુધરેલા દેશની પરિસ્થિતિને ટૂંક ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઘણેજ લાભદાયી થઈ પડે એમ છે. નવીન અભ્યાસક્રમ સંબંધી યુનિવર્સિટિએ રજુ કરેલું દૃષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને, તેમજ શિક્ષક તરીકે મને જે જે અનુભવ મળેલા છે તે લક્ષમાં રાખીને પ્રસ્તુત ગ્રંથમાં સુધારા વધારો કર્યો છે. ઐતિહાસિક પ્રસંગનું મહાભ્ય અને પાત્રોની યેગ્યતા વિચારીને ઉચિત ભાષામાં બોધપ્રદ શૈલીથી વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વિશેષ કરીને અંગ્રેજ પ્રજાએ રાજ્યતંત્રનાPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 530