Book Title: Englandno Itihas Author(s): Mahashankar Popatbhai Acharya Publisher: Gujarat Oriental Book Depo View full book textPage 4
________________ નિવેદન આપણું દેશની માન્યતા પ્રમાણે ઇતિહાસ એટલે પુરાણ અથવા પાંચમો વેદ ! આમ છે તો આપણા દેશમાં ઈતિહાસ–શિક્ષણના લાભની ઘર્ચા કરવાની આવશ્યક્તા શાની હોય? ઇતિહાસના વાસ્તવિક સ્વરૂપ વિષે દાચ મતભેદ હશે, પરંતુ લેકશિક્ષણમાં તેની ઉપયોગિતા તે સર્વ કાઈ એકમતે સ્વીકારે છે. નિત્યના જીવનમાં જેમ વ્યક્તિ પોતાના પૂર્વ અનુભવ સંભારી તેને વ્યવહારમાં યોજે છે, અને પોતાના આચારમાં શાણપણ લાવે છે, તેમ કઈ પણ સુશિક્ષિત સમાજ પોતાના પ્રાચીન કાળના તેમજ સંસ્કાર અને પરિસ્થિતિથી ભિન્ન એવા અન્ય કોઈ સમાજના અનુભવોને બોધપ્રદ અને માર્ગદર્શક કરી શકે છે. આપણું વર્તમાન સંગોમાં ઈંગ્લેન્ડ જેવા સુસંસ્કૃત અને સમૃદ્ધ દેશનો ઈતિહાસ આપણને અનેક રીતે ઉપયોગી છે; આથીજ આપણી માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં વિચારપૂર્વક તેને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આપણી શાળાઓમાં ઈતિહાસનું શિક્ષણ અંગ્રેજીદ્વારા આપવાથી આપણા વિદ્યાર્થીઓ આવા રસિક વિષયની હકીક્તોના કેવળ ભારવાહક બને છે, એમ સ્વાભાવિક રીતે અનુભવસિદ્ધ ગણાવા લાગ્યું. પરભાષાની અટપટી ગુંચવણમાં પડેલાં આપણાં બાળકે એ ભાષાકારા મળતા જ્ઞાનને મર્મ ગ્રહણ કરી શકતાં નથી, એ વાત તો આપણે કેળવણીકારેએ પણ સ્વીકારી હતી. વળી યુનિવર્સિટિ રિફોર્સ કમિટી સમક્ષ ઘણા વિદ્વાનોએ માતૃભાષાધારા શિક્ષણ આપવાની હિમાયત કરી હતી. પરિણામે મુંબઈ યુનિવર્સિટિએ પણ યુગબળને વશ થઈ ઇતિહાસના ઉત્તરે આપવામાં દેશી ભાષાનો ઉપયોગ કરવાની વૈકલ્પિક છૂટ આપી છે. સાથે સાથે યોગ્ય પાઠ્ય પુસ્તકોના અભાવને આગળ ધરી દેશી ભાષામાં શિક્ષણ આપવાનો પ્રતિવાદ કરનારાઓ પણ શિક્ષણમાં માતૃભાષાના આગ્રહનો પક્ષ સ્વીકાર તો કરે જ છે. આવા સંયોગોમાં આપણી અલ્પધન ભાષામાં ઈગ્લેન્ડના ઇતિહાસ વિષેનાં ગણ્યાગાંઠયાં પુસ્તકમાં એકાદની વૃદ્ધિPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 530