Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• ૫ થી ૮ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका
ગ્રંથકારશ્રી ચારિત્રનો અને ભિક્ષાનો સંબંધ જોડે છે કે ‘ભિક્ષાદાતાને તકલીફ ન થાય એ રીતે, સાધુ માટે ન બનાવેલ રસોઈ ગ્રહણ કરતા સાધુ ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણતાને પામે છે.” (ગા.૧૩) અહીં પ્રશ્ન ઉભો કરેલ છે કે - ‘આ રીતે તો સાધુને સદ્ગૃહસ્થોની ગોચરી જ નહિ કલ્પે. કારણ કે સદ્ગૃહસ્થો તો રસોઈ બનાવતી વખતે જ અતિથિ-સાધુસંતોના સંકલ્પપૂર્વક જ જરૂર કરતાં વધારે પ્રમાણમાં રસોઈ બનાવતા હોય છે. વળી, દશવૈકાલિકમાં પણ સાધુને યાવદર્થિક અને પુણ્યાર્થિક ભોજનાદિ ગ્રહણ કરવાનો નિષેધ કરેલો છે. તો સાધુ ભગવંતો સગૃહસ્થને ત્યાં ગોચરી કઈ રીતે લેશે ?’ આનો જવાબ આપતા ગ્રન્થકારશ્રીએ જણાવેલ છે કે રસોઈ બનાવતી વખતે ગૃહસ્થ ‘આટલું સાધુ માટે' એ પ્રમાણે સંકલ્પ કરે તો સાધુને તે રસોઈ અગ્રાહ્ય બને. પણ સામાન્યથી પોતાના ઉદ્દેશથી થતી રસોઈને વિશે ‘મારા માટે બનાવેલી રસોઈ સાધુ ભગવંતને વહોરાવી મારી જાતને, આજના દિવસને સફળ કરીશ' આવી ભાવના કરવા માત્રથી તે રસોઈ સાધુને અગ્રાહ્ય બને નહિ. આ વાતની ગ્રંથકારશ્રીએ વિશેષ છણાવટ પિંડનિર્યુક્તિમાં બતાવેલી ચતુર્થંગી દ્વારા કરેલી છે. માટે જેમ સાધુને વંદન કરી કૃતાર્થ થતા વિનયી શ્રાવકોને વાઉકાયની હિંસાનો દોષ નથી લાગતો તે રીતે પોતાની રસોઈમાં સુપાત્રદાનની ભાવના ભાવવાથી તે રસોઈ સાધુને અગ્રાહ્ય બની નથી જતી તથા શ્રાવકને તેવી ભાવના દોષજનક બનતી નથી. (ગા.૧૪ થી ૧૭)
16
‘તીર્થંકર ભગવંતે બતાવેલ શુદ્ધ ગોચરીની પ્રાપ્તિ અશક્ય છે' એવી શંકા ન કરવી. કારણ કે તેવી શંકા તીર્થંકરોમાં પોતાની અશ્રદ્ધાને સૂચવે છે. વળી, અતિદુર્લભ એવો મોક્ષ પણ અતિદુષ્કર એવો ધર્મ (નિર્દોષ ગોચરી વગેરે) કરવાથી જ મળી શકે. અને અતિદુષ્કર એવા સાધુધર્મને અતિદુર્લભ એવા મોક્ષનું કારણ બતાવવાથી જ તીર્થંકરોમાં યથાર્થ માર્ગદર્શક તરીકેની શ્રદ્ધા સંગત થાય છે. (ગા.૧૮) પોતાના માટે બનેલ રસોઈ એકવાર સાધુ સ્વીકારે તો બીજીવાર ગૃહસ્થ તેવી રીતે બનાવે. આ રીતે પોતાના નિમિત્તે ગૃહસ્થને પાપના ભાગીદાર બનતા અટકાવવા તથા અનવસ્થાને (= ખોટી પરંપરાને) અટકાવવા સાધુ તેવી રસોઈ ન સ્વીકારે. આવું સાધુ ન કરે તો તેનુ સંયમ નિમ્ન બને-ખંડિત થાય. (ગા.૧૯-૨૦)
આગળ વધતાં ગ્રંથકાર શ્રીમદ્ભુએ સાધુની સંપૂર્ણતાના કારણભૂત વૈરાગ્યને દર્શાવેલ છે. વૈરાગ્ય ત્રણ પ્રકારના છે - (૧) દુ:ખગર્ભિત (૨) મોહગર્ભિત (૩) જ્ઞાનગર્ભિત. સંસારના દુઃખથી કંટાળીને પલાયનવૃત્તિથી દીક્ષા લેનાર વ્યક્તિ કષ્ટસાધ્ય એવા ચારિત્રાચારમાં પોતાની શક્તિને છૂપાવે છે. આથી દુઃખગર્ભિત વૈરાગ્ય આર્તધ્યાનરૂપે હોય છે. ‘ભોગસુખ મને મળશે નહિ' એવા બોધથી સ્ત્રી વગેરેમાં નિસ્પૃહતા થવા છતાં વિષયસુખમાં અનિષ્ટપણાની બુદ્ધિ ન હોવાથી દુ:ખગર્ભિત વૈરાગ્ય દુ:ખજનક છે. (ગા.૨૧-૨૨) ‘આત્મા એકાંતે નિત્ય છે અથવા એકાંતે અનિત્ય છે' આવા એકાંતજ્ઞાનથી સંસારની અસારતા જોઈને મોહગર્ભિત વૈરાગ્ય પ્રગટે છે. આમાં આત્મા વિશે ગેરસમજ જીવમાં ઉભી છે. તેથી મોહગર્ભિત વૈરાગ્ય પણ જીવને દુર્ગતિમાં લઈ જઈ શકે છે. તેથી તેને દબાયેલ તાવ’ની ઉપમા આપી છે. (ગા.૨૩) કર્મબદ્ધ જીવોના દુઃખોને વિવેકદૃષ્ટિથી સ્યાદ્વાદદષ્ટિથી જાણીને સંસાર પ્રત્યે ઉભો થતો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય. તે જીવને મોક્ષમાર્ગે પ્રગતિ કરાવે છે. (ગા.૨૪)
સાધુપણાની સંપૂર્ણતા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દ્વારા જ શક્ય છે. વૈરાગ્ય દુઃખગર્ભિત કે મોહગર્ભિત હોય તો પણ ગુણવાન ગુરુની શરણાગતિથી, સમર્પણભાવથી તે પલટાઈને જ્ઞાનગર્ભિત બની શકે. ગુરુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org