Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
14 • ૫ થી ૮ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका જાણવી. પરંતુ ઉપચારથી કરાતી પ્રતિષ્ઠાથી પણ પૂજકના મનમાં પ્રતિમામાં પરમાત્માની બુદ્ધિ થવાથી પૂજકને પુષ્કળ લાભ થાય છે. પ્રતિષ્ઠા પછી આઠ દિવસ સુધી નિરંતર દાન દેવું અને પૂજા કરવી. પ્રતિષ્ઠા બાહ્ય અને અંતરંગ-એમ બે પ્રકારે થાય છે. તેમાં બાહ્ય પ્રતિષ્ઠામાં બલિબાકળા આપવા જરૂરી છે. જેથી ક્ષેત્રદેવતાની શાંતિ થાય, વિઘ્નોનો નાશ થાય અને તે દેવો શાસનની ઉન્નતિ કરે.
આગળ ઉપર ગ્રંથકારશ્રી જણાવે છે કે પરમાત્માની જળપૂજા વગેરે શ્રાવકો કરી શકે, પરંતુ સાધુ નહિ. કારણ કે તેઓ પાપપ્રવૃત્તિથી સંપૂર્ણપણે અટકેલા-પાછા ફરેલા છે. જિનપ્રતિમાની પૂજા ચંદનાદિ વિલેપન, દૂધ-જલાદિથી સ્નાન, ધૂપ, ઉત્તમ ફળ વગેરે દ્રવ્યોથી કરવી જોઈએ. (ગા.૧૮-૨૧)
ભગવાનની પૂજા પંચાંગ પ્રણિપાત રૂપે, સાષ્ટાંગ પ્રણામ રૂપે કે પોતાના વૈભવ મુજબ સર્વોપચાર પૂજારૂપે થઈ શકે. ભગવતીસૂત્રમાં અને પૂજા પ્રકરણમાં પણ આવી પૂજા જણાવાયેલ છે. (ગા.૨૨) ષોડશકમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજા જણાવે છે કે “શ્રાવકે લાલ, પીળા વસ્ત્રોથી કે શ્વેત વસ્ત્રોથી પૂજા કરવી. ભગવાનના ગુણો અને પોતાના દોષ-નિંદા જેમાં આવે એવા સ્તવનાદિથી સ્તોત્રપૂજા કરવી. તેમાં એકાગ્રતા તથા અહોભાવ લાવવા પ્રયત્ન કરવો. આ રીતે કરાયેલી ભગવાનની પૂજા વિધ્વશાંતિ કરે છે અને અભ્યદય તથા મોક્ષને આપે છે. ભગવાનને વિલેપન કરવું, પુષ્પ ચડાવવા તે કાયયોગ પ્રધાન પૂજા છે. પૂજાની સામગ્રી (ફૂલ વગેરે) મંગાવવી તે વચનયોગપ્રધાન પૂજા છે. મનથી ફૂલપૂજા વગેરેની ભાવના તે મનયોગપ્રધાન પૂજા છે. (ગા.૨૨ થી ૨૬).
જિનપૂજાવિરોધી અમુક લોકો બીજાને પૂજામાં અંતરાય કરતા કહે છે કે પૂજાથી ભગવાનને તો કોઈ જ લાભ નથી થતો અને જીવવિરાધનાનો દોષ ઊભો જ છે. પરંતુ આ દલીલ બરાબર નથી. કારણ કે ભગવાનને લાભ થાય તે માટે પૂજા નથી કરવાની. પણ પોતાના આત્માની નિર્મળતા-પ્રસન્નતાશુભ અધ્યવસાય માટે પૂજા કરવાની છે. પૂજામાં પ્રગટતો શુભભાવ તો અનુભવસિદ્ધ જ છે. તથા વિરાધના થવા માત્રથી જો જિનપૂજા ત્યાજ્ય હોય તો ગૃહસ્થો સાધર્મિકભક્તિ વગેરે આરાધના પણ નહિ કરી શકે. માટે આજ્ઞાને કેન્દ્રમાં રાખવી એ બાબત મુખ્ય છે. જિનાજ્ઞાને કેન્દ્રસ્થાને રાખીને જયણાપૂર્વક થતી આરાધનામાં કદાચ અલ્પ દોષ લાગે તો પણ જિનાજ્ઞાશરણાગતિ વગેરે પરિણામોથી થતા લાભો અપરંપાર છે. માટે જ ષોડશકમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કૂપદેષ્ટાંતથી પૂજાનું સમર્થન કરે છે. પરંતુ સાધુ ભગવંત સંપૂર્ણપણે ભાવસ્તવમાં આરૂઢ હોવાથી જિનપૂજાનું તેને પ્રયોજન નથી. અષ્ટકમાં પણ કહેલ છે કે સાવદ્યપ્રવૃત્તિરૂપ રોગ જેનો નીકળી ગયો છે તેવા સાધુને દ્રવ્યપૂજાની જરૂર નથી. માટે પ્રકૃતિથી અત્યંત પાપભીરૂ અથવા સામાયિકમાં રહેલ ગૃહસ્થને પણ જિનપૂજાનો અધિકાર નથી. પરંતુ સંસારમાં છૂટથી આરંભ-સમારંભને કરનાર ગૃહસ્થ પૂજામાં આરંભ-સમારંભ સ્વરૂપ દૂષણો જુવે તે તેનો અવિવેક છે. પંચાશકમાં જણાવેલ છે કે આવો જીવ શાસનહીલના અને અબોધિનું કારણ બને છે. (ગા.૨૭ થી ૩૦) આ બધી બાબતોને ગ્રંથકારશ્રીએ અહીં ઝીણવટથી દર્શાવેલ છે.
દેવદ્રવ્યભક્ષક સંકાશ શ્રાવક વગેરેના દષ્ટાંતોથી જિનપૂજા કર્મનિર્જરા અને મોક્ષનું કારણ છે – એ વાત સૂક્ષ્મ રીતે સિદ્ધ કરેલ છે. અંતમાં જણાવેલ છે કે જેમ ચિંતામણિ રત્નની પૂજાથી રત્નને લાભ નથી પણ પૂજકને લાભ છે તે રીતે વીતરાગની પૂજામાં વીતરાગને લાભ નથી પણ પૂજકને લાભ અવશ્ય થાય છે. (ગા.૩૧-૩૨)
આ રીતે અહીં સૌ પ્રથમ જિનાલય અને જિનપ્રતિમા નિર્માણની વિધિ બતાવી. પછી ત્રણ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org