Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
13
( ૫ થી ૮ બત્રીસીનો ટૂંક્યાર)
૫- ભક્તિદ્વામિંશિક ટૂંક્યાર લૌકિક દેવો કરતાં શ્રીવીતરાગ તીર્થંકર ભગવંત મહાન છે – આવું જાણીને ચૂપચાપ બેસી રહેવાનું નથી. પણ તેમની સર્વોત્કૃષ્ટ ભક્તિ કરવાની છે. આથી પાંચમી બત્રીસીમાં તીર્થકર ભગવંતની ભક્તિનું, ભક્તિના પ્રકારોનું વિશદ નિરૂપણ મહોપાધ્યાયજી મહારાજે કરેલ છે. તેઓશ્રી જણાવે છે કે અરિહંત પરમાત્માને વિશે ભક્તિ સર્વવિરતિધરોને સંપૂર્ણ હોય છે, તથા ગૃહસ્થોને આંશિક હોય છે. (ગા.૧). જિનાલય બનાવવું તે પણ ગૃહસ્થ દ્વારા થતી ભક્તિનો એક પ્રકાર છે. જિનાલય કરાવનાર ગૃહસ્થ સદાચાર વગેરે ગુણવાળો હોય. આવા ગૃહસ્થ દેરાસર બનાવવાના સમયે કેટલીક વાતો ખ્યાલમાં રાખવી. જેમકે દેરાસર માટે શુદ્ધ ભૂમિને શાસ્ત્રનીતિથી ખરીદવી. બીજાને અણગમામાં નિમિત્ત ન થવું. તે માટે દેરાસરની જમીન વગેરે ખરીદતી વખતે સામેનાને સંતુષ્ટ કરવો. વળી આસપાસ રહેનારાઓનું પણ સન્માન કરવું, જેથી તેઓને જૈન ધર્મમાં રુચિ થાય. જિનાલય-જિનબિંબ બનાવવા દ્વારા કારીગરોસુથાર-શિલ્પી વગેરે પણ જિનભક્તિ સ્વરૂપ ધર્મની આરાધનામાં શ્રાવકના સહાયક છે. માટે તેઓ શ્રાવકના ધર્મમિત્ર થાય-આવું ગ્રંથકારશ્રી જણાવે છે. માટે શ્રાવકોએ ધર્મમિત્ર એવા કારીગરોને પણ સંતોષ આપવો. (ગા.થી ૭)
જિનાલય બનાવનાર શ્રાવક જયણાવાળો, આરંભને છોડનારો તથા નિયાણારહિત શુભાશયવાળો હોય. તેની જિનાલય નિર્માણની પ્રવૃત્તિને ષોડશકમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ભાવવૃદ્ધિના કારણે ‘ભાવયજ્ઞ' રૂપે જણાવેલ છે. દેરાસર બનાવીને શ્રાવક જિનબિંબને કરાવે. (ગા.૮ થી ૧૦) જિનાલય અને જિનબિંબના નિર્માણ માટે વ્યસનમુક્ત શિલ્પી રાખવો. તેનું સન્માન કરવું અને તેને ઉચિત મૂલ્ય ચૂકવવું. એક જ પ્રતિમા ઘડાવેલ હોય છતાં તે પ્રતિમાની મુખાકૃતિ વગેરેને કારણે જો શ્રાવકને “૫૦” પ્રતિમા ભરાવ્યા જેટલો આનંદ થાય તો તેને લાભ પણ “૫૦’ પ્રતિમા કરાવ્યાનો મળે છે. અહીં ગ્રંથકારશ્રી લાલબત્તી ધરતા જણાવે છે કે જો શિલ્પી ઉપર અપ્રીતિ હોય તો તે વાસ્તવમાં ભગવાન ઉપર અપ્રીતિ છે. આ વાત પણ જિનમંદિર બનાવનારે નોંધવા જેવી છે. (ગા.૧૧ થી ૧૩).
ભૂલથી પોતાની પાસે આવી ગયેલ બીજાના ધનને વિશે “આનાથી ઉત્પન્ન થયેલ પુણ્ય તે ધનના માલિકનું થાઓ' - આવી અભિલાષા શ્રાવક કરે. તેથી તેનું ધન સશે શુદ્ધ થાય છે. તથા પ્રાણપ્રતિષ્ઠા વખતે જે ભગવાનની પ્રતિમા હોય, તેના નામનો મંત્રજાસ થાય છે. પ્રતિમા સોનાની હોય કે મોટી હોય તો લાભ મોટો થાય તેવું નથી પણ ભક્તિ અને શાસ્ત્રાનુસારીતા જ નિર્જરાનું મુખ્ય કારણ છે. આ રીતે પ્રતિમા કરાવવી તે લોકોત્તર અને મોક્ષદાયી છે. (ગા.૧૪ થી ૧૬).
વિધિપૂર્વક ભરાવેલ પ્રતિમાની પ્રતિષ્ઠા દસ દિવસમાં કરવાનું વિધાન ષોડશકમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે કરેલ છે. તે પ્રતિષ્ઠા ત્રણ પ્રકારે છે - વ્યક્તિ પ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા. (ગા.૧૭) પ્રાણપ્રતિષ્ઠાવિધિને દર્શાવતા ગ્રંથકારશ્રી કહે છે કે પ્રાણપ્રતિષ્ઠા = અંજનશલાકા કરનાર પોતાના આત્મામાં જ વીતરાગતા વગેરે ગુણોની સ્થાપના કરે તે મુખ્ય પ્રતિષ્ઠા છે. પ્રતિમામાં બાહ્ય-પ્રતિષ્ઠા તો ઉપચારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org