Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका • ૫ થી ૮ બત્રીસીનો ટૂંકસાર •
15 પ્રતિષ્ઠા, ત્રણ પ્રકારની પૂજા, સાધુ માટે દ્રવ્યપૂજા બિનજરૂરી વગેરે વિષયોની છણાવટ કરેલ છે. અંતમાં પ્રતિમાની પૂજામાં ચિંતામણિરત્નના દષ્ટાંતને જણાવીને આ વિષયનો ઉપસંહાર કરેલ છે.
૬- સાધુસામગ્રદ્ધાત્રિશિક્ષઃ ટૂંક્યાર જિનભક્તિથી ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થવાથી સાધુજીવન પ્રાપ્ત થાય છે. તેથી છઠ્ઠી બત્રીસીમાં સાધુજીવનની સંપૂર્ણતા શેના દ્વારા થાય ? તે બાબતનું વિસ્તૃત પ્રતિપાદન કરવામાં આવેલ છે. સાધુતાની પરિપૂર્ણતાની આધારશીલા છે (૧) તત્ત્વસંવેદનજ્ઞાન (૨) સર્વસંપન્કરી ભિક્ષા અને (૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. તે માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે સંયત એવા મહાત્મા જ્ઞાનથી જ્ઞાની બને, ભિક્ષા દ્વારા ભિક્ષુક બને, વૈરાગ્ય દ્વારા વિરકત બને (ગા.૧)
જ્ઞાનના ત્રણ પ્રકાર છે. (૧) વિષયપ્રતિભાસ જ્ઞાન, (૨) આત્મપરિણામયુક્ત જ્ઞાન અને (૩) તત્ત્વસંવેદન જ્ઞાન. હેયત્વ વગેરે વિષયોના ગુણધર્મો વિનાનું મુગ્ધ જ્ઞાન તે વિષયપ્રતિભાસ જ્ઞાન. આધ્યાત્મિક લાભ-નુકસાનને જણાવતું જ્ઞાન તે આત્મપરિણામયુક્ત જ્ઞાન. અનેકાંતવાદથી અભિવ્યક્ત, હેયના ત્યાગ અને ઉપાદેયના સ્વીકારથી વણાયેલ બોધને તત્ત્વસંવેદન જ્ઞાન કહેવાય. (ગા.૨)
અગ્નિના દાહક સ્વભાવથી અજાણ અને ચમકને જોઈ અગ્નિ તરફ આકર્ષાતા મુગ્ધ બાળકની જેમ હેય એવા સ્ત્રી-પરિવારમાં મમત્વ કરનાર મિથ્યાષ્ટિનું જ્ઞાન વિષયપ્રતિભાસ જ કહેવાય. અષ્ટકજીમાં જણાવ્યું છે કે “અજ્ઞાનાવરણના હ્રાસથી વિષયપ્રતિભાસ જ્ઞાન ઉત્પન્ન થાય છે” (ગા.૩) આત્મપરિણામશાલી જ્ઞાન સમકિતીને હોય છે. તે જ્ઞાનાવરણના ઘટાડાથી ઉત્પન્ન થાય છે. એવું અષ્ટકજીમાં જણાવેલ છે. તે જ્ઞાન ચારિત્રની ઈચ્છાથી યુક્ત હોય છે. (ગા.૪) તત્ત્વસંવેદન જ્ઞાન સમ્યક્ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. તેવું જ્ઞાન વિરતિથી વિશિષ્ટ એવા સાધુને હોય છે. અને તે વિના વિખે ફળ આપે છે. (ગા.૫) નિષ્ફર પાપપ્રવૃત્તિ વિષયપ્રતિભાસ જ્ઞાનને સૂચવે છે. સકંપ પાપપ્રવૃત્તિ આત્મપરિણતિયુક્ત જ્ઞાનનું ચિહ્ન છે. મોક્ષમાર્ગમાં વિશુદ્ધ પ્રવૃત્તિ તત્ત્વસંવેદનજ્ઞાનને સૂચવે છે.
આગળ જતાં નવ્ય ન્યાયની પરિભાષાના માધ્યમથી ગ્રંથકારશ્રીએ કાર્યભેદ પ્રત્યે કારણભેદના નિયમને આગળ ધરીને “અજ્ઞાનાવરણ, જ્ઞાનાવરણ અને સજ્ઞાનાવરણ-એમ ત્રણ વિલક્ષણ - વિભિન્ન કર્મના ક્ષયોપશમથી અજ્ઞાન, જ્ઞાન અને સતજ્ઞાન સ્વરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે' - એવું હૃદયંગમ રીતે દર્શાવેલ છે. (ગા.૭).
તત્ત્વસંવેદન જ્ઞાનના સંબંધથી જ સાધુ પૂર્ણતાને મેળવે છે. બાકી તે આકર્ષગામી થાય કે પતિત પણ થાય. (ગા.૮)
સાધુજીવનમાં ભિક્ષા ત્રણ પ્રકારે સંભવે છે.- સર્વસંપન્કરી ભિક્ષા, પૌરૂષની ભિક્ષા અને વૃત્તિભિક્ષા. (ગા.૯) સર્વદા હનન-પાચન-ક્રયણ સ્વરૂપ આરંભ વગરની ભિક્ષા સર્વસંપત્કારી ભિક્ષા કહેવાય. તે સુસાધુમાં સાક્ષાત્ અને ૧૧મી પ્રતિમા વહન કરનાર શ્રાવકમાં પરંપરાએ રહે છે. (ગા.૧૦) દીક્ષા લીધા પછી દીક્ષાવિરોધી પ્રવૃત્તિ કરે, આરંભ સમારંભ કરે તેની ભિક્ષા પૌરુષબી કહેવાયેલ છે. (ગા.૧૧) અષ્ટકમાં શ્રીહરિભદ્રસૂરિ જણાવે છે કે નિર્ધન, પાંગળા વગેરે જીવો જીવનનિર્વાહ માટે ભિક્ષાટન કરે તે વૃત્તિભિક્ષા કહેવાય. સિદ્ધપુત્ર અને સારૂપિકની ભિક્ષા પણ વૃત્તિભિક્ષા હોઈ શકે. સંવિગ્નપાક્ષિકની ભિક્ષા સર્વસંપત્કરી કહેવાય. (ગા.૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org