Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
12
द्वात्रिंशिका
રૈવતસૂરિજી મહારાજે કહ્યું : ‘‘નરેશ ! ઉપાધ્યાય યશોવિજયજી સમર્થ શાસ્ત્રકાર થઈ ગયા છે. તેઓશ્રીનો સ્વર્ગવાસ ડભોઈમાં થયો છે. એમનાં સમાધિ સ્થળે જઈ વંદન કરી પ્રાર્થના વ. કરજે.” અને એ વખતે પહેલી જ વાર ઉપાધ્યાયજીનું નામ સાંભળ્યું. સમાધિ સ્થળે કલાકો સુધી પ્રાર્થના કરી. અને આજે જીવનમાં ડગલે-પગલે ઉપાધ્યાયજીની કૃપાના દર્શન થાય છે. દીક્ષા અવસ્થામાં મુનિશ્રીનું નામ યશોવિજયજી પડે છે એમાં પણ કંઈક સંકેત હશે !
ખૂબ ટૂંકા ગાળામાં અનેકાનેક સ્વ-પર દર્શનના ગ્રંથોનો અભ્યાસ કરનારા અને દીર્ઘધા૨ણાશક્તિને ધરનારા મુનિશ્રી તપસ્વી પણ છે. (વર્ધમાન તપની ૮૭ ઓળી સુધી પહોંચ્યા છે.)
શિષ્યોની સારણા-વારણા-ચોયણા-પડિચોયણા અને અધ્યાપન વગેરેમાં પણ પૂરો રસ લે છે. મુનિ યશોવિજયજી નવ્યન્યાયના ઊંડા અભ્યાસી છે એટલે ઉપાધ્યાયજીના હાર્દને સ્પષ્ટ કરવામાં સફળ રહ્યા છે. નવ્યન્યાયના અનેકાનેક ગ્રંથોના અવતરણો તે તે સ્થળે આપતાં રહે છે.
મુનિશ્રીનું વાંચન વિશાળ છે, સાથે સાથે ઉપયોગી પાઠોનું ટાંચન કરવાની એમની આદત પણ ઘણી લાભકારી બની છે.
ધન્યવાદ ! •
વર્ષો પૂર્વે પ્રસ્તુત ગ્રંથનું વાંચન કરતો હતો ત્યારે ન સમજાતાં કઠીન-સ્થળો સમજવા પૂ. મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા. પાસે ગયેલો. ત્યારે પૂજ્ય મુનિશ્રીએ આ ગ્રંથની છપાયેલી પ્રત જોઈને કહ્યું કે - ‘‘આ ગ્રંથનું સુંદર રીતે સંપાદન કરવાની જરૂર છે. આમાં ઘણાં સ્થળોએ અશુદ્ધિઓ છે, (મુનિશ્રી યશોવિજયજીએ પ્રસ્તુત સંસ્કરણમાં જુના સંસ્કરણની ૪૮૦ જેટલી અશુદ્ધિઓનું વિવિધ હસ્તલિખિત પ્રતિઓના આધારે પરિમાર્જન કર્યું છે.) પદચ્છેદ, વિરામ-ચિહ્નો વગેરે પણ યથાસ્થાને નથી. કોઈક વિદ્વાને આનું સંપાદન કરવું જરૂરી છે.” આ પછી મારા મનમાં એક ઝંખના હતી કે આનું સુંદર સંસ્કરણ પ્રગટ થાય અને હું વાંચું.
થોડા વર્ષો પૂર્વે પં.શ્રી અભયશેખર વિજયજી ગણિવર (હવે આચાર્ય) ને અમદાવાદમાં મળવાનું થયું. બત્રીસી અને એના અનુવાદના છપાયેલા ફર્યા જોઈ આનંદ થયો. તેઓએ કહ્યું કે ‘મેં આઠ બત્રીસીનું સંપાદન અને અનુવાદ કર્યો છે. પરંતુ હવે આગળ કરવાનો નથી. કેમ કે અમારા મુનિ યશોવિજયજી આ બધી બત્રીસી ઉપર વિસ્તૃત સંસ્કૃત ટીકા અને ગુજરાતી વિવેચન લખી રહ્યા છે.’ આ સમાચાર મળ્યા ત્યારથી મુનિ યશોવિજયજી સંપાદિત વિવેચન બત્રીસ-બત્રીસી જોવાની ઉત્કંઠા હતી. હમણાં કલિકુંડતીર્થમાં મુનિશ્રી યશોવિજયજી સાથે પખવાડિયું રહેવાનું થયું. તેઓએ બત્રીસીના પ્રુફો આપ્યા અને બીજા ભાગની પ્રસ્તાવના લખી આપવા કહ્યું. બત્રીસીનું વાંચન મારા માટે “ભાવતું’ તુ ને વૈધે કહ્યા” જેવું હતું. પ્રસ્તાવના લખવાના નિમિત્તે મને આ ગ્રંથવાંચનની તક આપવા બદલ મુનિશ્રીનો આભારી છું.
પ્રસ્તુત ગ્રંથનું પઠન-પાઠન કરી સહુ કોઈ ઉપાધ્યાયજી મહારાજે પ્રરૂપેલા પદાર્થોને આત્મસાત્ કરી આત્મકલ્યાણને વરે એ જ મંગળ કામના.
Jain Education International
For Private & Personal Use Only
લી.વિજય મુનિચન્દ્રસૂરિ અક્ષયતૃતીયા- વિ.સં.૨૦૫૯,
ઓંકારસૂરિ આરાધનાભવન, સૂરત.
www.jainelibrary.org