Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વાર ગૌણ અને કોઈ વાર મુખ્યભાવે (પ્રદેશથી અને રસથી) કાર્યરત થાય છે. આ વસ્તુનો વિચાર કરવાથી ઉપર જણાવેલી વાતને સમજતાં વાર નહીં લાગે.] આથી સ્પષ્ટ છે કે આ કર્ભાશયના ફળસ્વરૂપ જાતિ... વગેરે વિપાક છે.
યદ્યપિ સાંખ્યોની માન્યતા મુજબ દરેક આત્મા (પુરુષ) શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, સ્ફટિકની જેમ સદાને માટે નિર્મળ હોવાથી કોઈ પણ આત્માને ક્લેશાદિનો પરામર્શ (સંબંધ) નથી. પરંતુ ચિત્તમાં રહેલા તે તે ક્લેશાદિનો પુરુષમાં ઉપચાર કરાય છે. અર્થાત્ યોદ્ધાઓનો જય કે પરાજય થયો હોય તો તે જેમ તેના સ્વામીનો જણાવાય છે, તેમ અહીં પણ ચિત્તમાં રહેલા ક્લેશાદિ પુરુષના જણાવાય છે. આવો ઉપચાર ત્રણે કાળમાં મહેશમાં ન હોવાથી તેઓ ક્લેશાદિથી અપરાકૃષ્ટ છે અને તેથી જ બીજા જીવોની અપેક્ષાએ તેઓ વિલક્ષણ છે. /૧૬-૧ી અન્યપુરુષોની અપેક્ષાએ મહેશમાં જે વિશેષ છે, તે જણાવાય છે–
ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः ।
શ્વર્ય વૈવ ધર્મશ, સદ્દસિદ્ધ થતુષ્ટયમ્ ૧૬-૨ ज्ञानमिति-ज्ञानादयो ह्यत्राऽप्रतिपक्षाः सहजाश्च शुद्धसत्त्वस्यानादिसम्बन्धात् । यथा हीतरेषां सुखदुःखमोहतया विपरिणतं चित्तं निर्मले सात्त्विके धर्मात्मप्रख्ये प्रतिसङ्क्रान्तं चिच्छायासक्रान्तान्तःसंवेद्यं भवति, नैवमिश्वरस्य, किं तु तस्य केवल एव सात्त्विकः परिणामो भोग्यतया व्यवस्थित इति । किं च प्रकृतिपुरुषसंयोगवियोगयोरीश्वरेच्छाव्यतिरेकेणानुपपत्तेरनादिज्ञानादिमत्त्वमस्य सिद्धम् ।।१६-२।।
જે જગતના સ્વામીનું અસ્મલિત જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ આ ચાર સહજ - સ્વભાવસિદ્ધ છે; તે પુરુષવિશેષ ઈશ્વર છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જ્ઞાનાદિગુણો અજ્ઞાનાદિ – પ્રતિપક્ષથી રહિત સ્વભાવથી જ પરમાત્મામાં(ઇશ્વરમાં) છે. કારણ કે શુદ્ધસત્ત્વનો સંબંધ અનાદિકાળથી છે. જેમ બીજા સંસારી પુરુષોને સુખ, દુઃખ અને મોહ રૂપે પરિણામ પામેલું ચિત્ત નિર્મળ, સાત્ત્વિક એવા ચેતન પુરુષમાં સંક્રાંત; ચિછાયામાં સંક્રાંત થયેલા અંતઃકરણથી સંવેદ્ય બને છે. આશય એ છે કે સુખ-દુઃખાદિથી પરિણામ પામેલું ચિત્ત પુરુષમાં પ્રતિસંક્રાંત બને છે અને તેનું - પુરુષમાં પ્રતિબિંબિતનું પ્રતિબિંબ પાછું નિર્મળ બુદ્ધિમાં પડે છે. તેમાં ચિચ્છાયાવિશિષ્ટ ચિત્ત પ્રતિબિંબિત છે. તેને પુરુષ સંવેદ્ય બનાવે છે. પરંતુ પરમાત્માને આવું બનતું નથી. તેમને તો સદાને માટે સાત્ત્વિક પરિણામ જ હોય છે. તે એ સ્વરૂપે જ ભોગ્ય તરીકે વ્યવસ્થિત છે. પ્રતિબિંબાત્મક ભોગ તેમને નથી.
યદ્યપિ આવી અવસ્થા તો મુક્તાત્માને પણ હોય છે. તેથી આનાથી સ્વતંત્ર પરમાત્માને માનવાની આવશ્યકતા નથી. પરંતુ આ સંસારમાં પ્રકૃતિ-પુરુષનો સંયોગ તેમ જ તેના વિયોગથી
ઇશાનુગ્રહવિચાર બત્રીશી