Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अयमेव विधेयस्तत्तत्त्वज्ञेन तपस्विना ।
देशाद्यपेक्षयान्योऽपि विज्ञाय गुरुलाघवम् ॥८-६॥ अयमेवेति-तत्तस्मात् तत्त्वज्ञेन तपस्विना । अयमेव धर्मवाद एव विधेयः । अपवादमाह-देशो नगरग्रामजनपदादिः, आदिना कालराजसभ्यप्रतिवाद्यादिग्रहः, तदपेक्षया तदाश्रयणेन । गुरुलाघवं दोषगुणयोरल्पबहुत्वं विज्ञाय । अन्योऽपि विवादः कार्यः ।।८-६।।
“ધર્મવાદ ઉભયને હિતકર હોવાથી દેશાદિની અપેક્ષાએ તપસ્વીએ એ જ કરવો જોઈએ. તેમ જ દોષ અને ગુણની અલ્પાધિકતાનો વિચાર કરી બીજો પણ વાદ કરવો.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે ઉપર જણાવ્યા મુજબ વાદી-પ્રતિવાદીને વિજય કે પરાજય : બંન્ને રીતે ધર્મવાદ લાભનું કારણ બનતો હોવાથી તપસ્વી મહાત્માએ તે જ કરવો જોઈએ. પરંતુ શુષ્કવાદ કે વિવાદ કરવો નહિ. એ પણ દેશ વગેરેને બરાબર જાણીને કરવો જોઈએ. અન્યથા ઉચિત દેશાદિ ન હોય તો તે ધર્મવાદ વગેરે કરવો નહિ – એ અપવાદ છે.
ધર્મવાદને કરતાં પૂર્વે વાદીએ જોવું જોઇએ કે - કયો દેશ છે; કયું નગર છે; કયું ગામ છે; કયો કાળ છે; રાજા કેવો છે; સભ્ય-મધ્યસ્થ કેવા છે અને પ્રતિવાદી કેવો છે જ્યાં વાદ કરવાનો છે તે દેશ, નગર કે ગામ કુતીર્થિઓની અધિકતાવાળું છે કે અલ્પતાવાળું છે તેનો વિચાર કરીને તેની(કીર્થિઓની) અલ્પતાવાળા દેશાદિમાં ધર્મવાદ કરવો. કાળમાં પણ દુષ્કાળ અને સુકાળાદિનો વિચાર કરી ઉચિત કાળે જ વાદ કરવો જોઈએ. જયાં વાદ કરવાનો છે ત્યાંનો રાજા તત્ત્વનો જાણકાર છે કે નહિ; સભ્ય-મધ્યસ્થ, પક્ષપાતથી રહિત છે કે નહિ; પ્રતિવાદી યોગ્ય છે કે અયોગ્ય છે અને વાદી સ્વયં વાદ કરવા માટે સમર્થ છે કે અસમર્થ છે... ઇત્યાદિનો વિચાર કરીને ધર્મવાદ કરવો જોઈએ. રાજા વગેરે અનુકૂળ ન હોય તો ધર્મવાદ નહિ કરવો જોઇએ. અન્યથા “ધર્મવાદનું જે પરિણામ આવવું જોઈએ તે નહિ આવે.
ઉપર જણાવ્યા મુજબ દેશકાળાદિનો વિચાર કરી દોષ અને ગુણની અનુક્રમે અલ્પતા અને બહુલતાને જાણીને અપવાદ વિવાદ પણ કરવો, તેમાં કોઈ દોષ નથી. શુષ્કવાદ માત્ર ન કરવો. કારણ કે તેથી કોઈ જ લાભ નથી. I૮-૬ll
ધર્મવાદ' કરતી વખતે દેશકાળાદિનો વિચાર કરવો જોઈએ એ વાતને સ્પષ્ટ કરવા દષ્ટાંત જણાવાય છે–
अत्र ज्ञातं हि भगवान् यत्स नाभाव्यपर्षदि ।
दिदेश धर्ममुचिते देशेऽन्यत्र दिदेश च ॥८-७॥ अत्रेति-अत्र देशाद्यपेक्षायां ज्ञातमुदाहरणं हि भगवान् श्रीवर्धमानस्वामी । यत् स न अभाव्यपर्षदि प्रथमसमवसरणेऽयोग्यसदसि धर्म दिदेश । अन्यत्र चोचिते प्रतिबोध्यजनकलिते देशे धर्म दिदेश ।।८-७।। એક પરિશીલન